< ગીતશાસ્ત્ર 63 >
1 ૧ દાઉદનું ગીત; તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનું. હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું ગંભીરતાપૂર્વક તમારી શોધ કરીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે અને મારો દેહ તમારે માટે તલપે છે.
Ry Andrianañahare, Ihe ro Andrianañahareko; hitsoek’ azo iraho; miheahea azo ty fiaiko, misalala azo ty sandriko hoe an-tane kànkañe vozake tsy aman-drano,
2 ૨ તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે.
Ho treako amy miavakey ao irehe, hahaisake ty haozara’o naho ty enge’o.
3 ૩ કારણ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે, મારા હોઠો તમારી સ્તુતિ કરશે.
Toe soa te amo haveloñeo ty fiferenaiña’o, hisabo Azo o soñikoo.
4 ૪ હું આવી રીતે મરણ પર્યંત તમને ધન્યવાદ આપીશ; હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ.
Hañandriañe Azo t’ie mbe veloñe; i tahina’oy ty hañonjonako tañañe.
5 ૫ હું મારી પથારીમાં તમારા વિષે વિચારું છું; અને રાતના સમયે હું તમારું મનન કરું છું
Anjañe ty fiaiko hoe aman-tso-kena naho solike, vaho mandrenge Azo an-tsoñy mifale ty vavako,
6 ૬ મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે.
ie mahatiahy Azo am-pandreañe ao, naho mitsakore Azo am-pijilovan-kaleñe.
7 ૭ કેમ કે તમે મારા સહાયકારી થયા છો અને હું તમારી પાંખોની છાયામાં હરખાઈશ.
Ihe ro mpañolotse ahiko, naho an-kalon’ela’o ao ty hirebehako.
8 ૮ મારો આત્મા તમને વળગી રહે છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે.
Mipitek’ ama’o ty fiaiko; manohañe ahy ty fità’o havana.
9 ૯ પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે.
Fe hajoroboñe an-tsikeokeok’ao ze mipay handrotsake ty fiaiko;
10 ૧૦ તેઓ તલવારને સ્વાધીન થશે; તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે.
Havariñe an-kaozara’ i fibaray iereo ho tsindrohe’ ty farasy.
11 ૧૧ પણ રાજા ઈશ્વરમાં આનંદ કરશે, જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે, પણ જૂઠું બોલનારાનાં મુખ તો બંધ કરી દેવામાં આવશે.
Andriañahare ty irebeha’ i Mpanjakay, mirañorañoa ze hene mifanta ama’e; fe hampidiñeñe ty faliem-pandañitse.