< ગીતશાસ્ત્ર 62 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; યદૂથૂનની રીત પ્રમાણે ગાવા માટે. દાઉદનું ગીત. મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; કેમ કે તેમનાથી મારો ઉદ્ધાર છે.
大衛的詩,照耶杜頓的作法,交與伶長。 我的心默默無聲,專等候上帝; 我的救恩是從他而來。
2 ૨ તે એકલા જ મારો ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારો ગઢ છે; હું પડી જનાર નથી.
惟獨他是我的磐石,我的拯救; 他是我的高臺,我必不很動搖。
3 ૩ જે માણસ નમી ગયેલી ભીંત કે ખસી ગયેલી વાડના જેવો છે, તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર હુમલો કરશો?
你們大家攻擊一人,把他毀壞, 如同毀壞歪斜的牆、將倒的壁,要到幾時呢?
4 ૪ તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે પાડી નાખવા સલાહ લે છે; તેઓને જૂઠું બોલવું ગમે છે; તેઓ મુખેથી આશીર્વાદ આપે છે, પણ તેઓના હૃદયમાં તેઓ શાપ આપે છે.
他們彼此商議,專要從他的尊位上把他推下; 他們喜愛謊話,口雖祝福,心卻咒詛。 (細拉)
5 ૫ હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો; કેમ કે મારી આશા તેમના પર જ છે.
我的心哪,你當默默無聲,專等候上帝, 因為我的盼望是從他而來。
6 ૬ તે એકલા જ મારા ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારા ગઢ છે; હું પડી જનાર નથી.
惟獨他是我的磐石,我的拯救; 他是我的高臺,我必不動搖。
7 ૭ ઈશ્વરમાં મારો ઉદ્ધાર તથા ગૌરવ છે; મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે.
我的拯救、我的榮耀都在乎上帝; 我力量的磐石、我的避難所都在乎上帝。
8 ૮ હે લોકો, તમે સર્વ સમયે તેમના પર ભરોસો રાખો; તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે. (સેલાહ)
你們眾民當時時倚靠他, 在他面前傾心吐意; 上帝是我們的避難所。 (細拉)
9 ૯ નિશ્ચે નિમ્ન પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે; તોલતી વેળાએ તેઓનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે.
下流人真是虛空; 上流人也是虛假; 放在天平裏就必浮起; 他們一共比空氣還輕。
10 ૧૦ જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ; અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ, કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન ન લગાડો.
不要仗勢欺人, 也不要因搶奪而驕傲; 若財寶加增,不要放在心上。
11 ૧૧ ઈશ્વર એક વાર બોલ્યા છે, આ વાત મેં બે વાર સાંભળી છે: સામર્થ્ય ઈશ્વરનું જ છે.
上帝說了一次、兩次,我都聽見: 就是能力都屬乎上帝。
12 ૧૨ વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે, કેમ કે તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો.
主啊,慈愛也是屬乎你, 因為你照着各人所行的報應他。