< ગીતશાસ્ત્ર 61 >

1 મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવા માટે. દાઉદનું (ગીત). હે ઈશ્વર, મારો પોકાર સાંભળો; મારી પ્રાર્થના પર ધ્યાન આપો.
Zborovođi. Uza žičana glazbala. Davidov. O Bože, vapaj mi poslušaj, budi pomnjiv na molitvu moju!
2 જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ; જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો.
S kraja zemlje vapijem k tebi jer mi srce klonu. Dignut ćeš me na liticu i pokoj mi dati,
3 કેમ કે તમે મારા આશ્રય છો, મારા શત્રુઓ સામે મારો મજબૂત બુરજ છો.
jer ti si moje sklonište, utvrda čvrsta protiv dušmana.
4 હું સદાકાળ તમારા મંડપમાં રહીશ; તમારી પાંખોના આશ્રયે હું રહીશ. (સેલાહ)
O, da mi je stanovati uvijek u tvom šatoru, da se sklanjat' mogu pod okrilje tvoje!
5 કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે; જેઓ તમારા નામનો આદર કરે છે તેઓને તમે વારસો આપ્યો છે.
Jer ti, Bože, usliši molbe moje, dade mi baštinu onih što ime ti štuju.
6 તમે રાજાનું આયુષ્ય વધારશો; તેઓનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે.
Kraljevim danima pridometni danÄa, kroz koljena mnoga nek' mu ljeta traju,
7 તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે; તેઓનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો.
nek' pred Bogom uvijek vlada; dobrotu i vjernost pošalji da ga čuvaju!
8 હું નિરંતર તમારા નામની સ્તુતિ ગાઈશ કે જેથી હું દરરોજ મારી પ્રતિજ્ઞા પૂરી કરું.
Ovako ću pjevat svagda tvom imenu, dan za danom vršit' zavjete svoje.

< ગીતશાસ્ત્ર 61 >