< ગીતશાસ્ત્ર 60 >

1 મુખ્ય ગવૈયાને માટે. રાગ શૂશાન-એડૂથ; શિખામણને અર્થે દાઉદનું મિખ્તામ. તે અરામ-નાહરાઈમ તથા અરામ-સોબા સાથે લડ્યો, ને યોઆબે પાછા ફરીને મીઠાની ખીણમાં અદોમમાંના બાર હજાર માણસ માર્યા, તે વખતનું. હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે; તમે અમને પાયમાલ કર્યા છે; તમે કોપાયમાન થયા છો; અમને ફરીથી સ્થાપો.
दाविदाचे स्तोत्र हे देवा, तू आम्हास टाकून दिले आहेस; तू आम्हास फाडून खाली टाकले आहे; आमच्यावर रागावला आहेस; तू आम्हांस पुन्हा पूर्वस्थितीवर आण.
2 તમે દેશને ધ્રૂજાવ્યો છે; તમે તેને ચીરીને અલગ કર્યો છે; તેના વિભાગોને તમે સમારો, કેમ કે તે કાંપે છે.
तू भूमी कंपित केली आहेस; तू ती फाडून वेगळी केली; तिचे खिंडार बरे कर, कारण ती हादरत आहे.
3 તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઈ ગયા છો; તમે અમને લથડિયાં ખવડાવનારો દ્રાક્ષારસ પીવડાવ્યો છે.
तू तुझ्या लोकांस कठीण गोष्टी दाखवल्या आहेत; तू आम्हास झिंगवण्यास लावणारा द्राक्षरस पाजला आहे.
4 તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે, કે જેથી તે સત્યને અર્થે પ્રદર્શિત કરાય.
तुझा आदर करणाऱ्यास तू निशाण दिले आहे, यासाठी की, त्यांनी सत्याकरता तो उभारावा.
5 કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે, તેઓ છૂટી જાય, તમારા જમણા હાથથી અમને છોડાવો અને મને જવાબ આપો.
ज्यांच्यावर तू प्रेम करतो त्यांची सुटका व्हावी, म्हणून तुझ्या उजव्या हाताने आमची सुटका कर आणि आम्हास उत्तर दे.
6 ઈશ્વર પોતાની પવિત્રસ્થાનમાંથી બોલ્યા છે, “હું હરખાઈશ; હું શખેમના ભાગ પાડીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.
देव आपल्या पवित्रतेला अनुसरून म्हणाला, मी जल्लोष करीन; मी शखेमाची वाटणी करीन आणि सुक्कोथाचे खोरे मोजून देईन.
7 ગિલ્યાદ મારું છે અને મનાશ્શા પણ મારું છે; એફ્રાઇમ પણ મારા માથાનો ટોપ છે. યહૂદિયા મારો રાજદંડ છે.
गिलाद माझा आहे आणि मनश्शे माझा आहे; एफ्राईमही माझे शिरस्त्राण आहे; यहूदा माझा राजदंड आहे.
8 મોઆબ મારો કળશિયો છે; અદોમ ઉપર હું મારું પગરખું નાખીશ; હું પલિસ્તીઓને કારણે હું જય પોકાર કરીશ.
मवाब माझे धुण्याचे पात्र आहे; अदोमावर मी माझे पादत्राण फेकीन; मी आनंदाने पलिष्ट्यावर विजयाने आरोळी मारीन.
9 મજબૂત શહેરમાં મને કોણ લાવશે? અદોમમાં મને કોણ દોરવણી આપશે?”
मला बळकट नगरात कोण नेईल? मला अदोमात कोण नेईल?
10 ૧૦ પણ, હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? તમે અમારા સૈન્યોની સાથે યુદ્ધમાં આવતા નથી.
१०हे देवा, तू आम्हास नाकारले नाही? परंतु तू आमच्या सैन्याबरोबर लढाईत गेला नाहीस.
11 ૧૧ અમારા શત્રુઓ વિરુદ્ધ અમારી સહાય કરો, કારણ કે માણસોની સહાય વ્યર્થ છે.
११तू आमच्या शत्रूविरूद्ध आम्हास मदत कर, कारण मनुष्याचे सहाय्य निष्फळ आहे.
12 ૧૨ ઈશ્વરની સહાયથી અમે જીત મેળવીશું; તે અમારા શત્રુઓને કચડી નાખશે.
१२आम्ही देवाच्या मदतीने विजयी होऊ; तो आमच्या शत्रूला आपल्या पायाखाली तुडविल.

< ગીતશાસ્ત્ર 60 >