< ગીતશાસ્ત્ર 6 >

1 મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે, શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત. હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ.
למנצח בנגינות על השמינית מזמור לדוד יהוה אל באפך תוכיחני ואל בחמתך תיסרני׃
2 હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.
חנני יהוה כי אמלל אני רפאני יהוה כי נבהלו עצמי׃
3 મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?
ונפשי נבהלה מאד ואת יהוה עד מתי׃
4 હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!
שובה יהוה חלצה נפשי הושיעני למען חסדך׃
5 કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી. શેઓલમાં તમારો આભાર કોણ માનશે? (Sheol h7585)
כי אין במות זכרך בשאול מי יודה לך׃ (Sheol h7585)
6 હું નિસાસા નાખીને થાકી ગયો છું. દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.
יגעתי באנחתי אשחה בכל לילה מטתי בדמעתי ערשי אמסה׃
7 રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે; મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.
עששה מכעס עיני עתקה בכל צוררי׃
8 ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે.
סורו ממני כל פעלי און כי שמע יהוה קול בכיי׃
9 યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે; યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે.
שמע יהוה תחנתי יהוה תפלתי יקח׃
10 ૧૦ મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે. તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે.
יבשו ויבהלו מאד כל איבי ישבו יבשו רגע׃

< ગીતશાસ્ત્ર 6 >