< ગીતશાસ્ત્ર 6 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે, શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત. હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ.
(Til sangmesteren. Med strengespil. Efter den ottende. En salme af David.) HERRE, revs mig ej i din Vrede, tugt mig ej i din Harme,
2 ૨ હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.
vær mig nådig Herre, jeg sygner hen, mine Ledmod skælver, læg mig, Herre!
3 ૩ મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?
Såre skælver min Sjæl; o HERRE, hvor længe endnu?
4 ૪ હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!
Vend tilbage, HERRE, og frels min Sjæl, hjælp mig dog for din Miskundheds Skyld!
5 ૫ કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી. શેઓલમાં તમારો આભાર કોણ માનશે? (Sheol )
Thi i Døden kommes du ikke i Hu, i Dødsriget hvo vil takke dig der? (Sheol )
6 ૬ હું નિસાસા નાખીને થાકી ગયો છું. દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.
Jeg er så træt af at sukke; jeg væder hver Nat mit Leje, bader med Tårer min Seng;
7 ૭ રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે; મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.
mit Øje hentæres af Sorg, sløves for alle mine Fjenders Skyld.
8 ૮ ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે.
Vig fra mig, alle I Udådsmænd, thi HERREN har hørt min Gråd,
9 ૯ યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે; યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે.
HERREN har hørt min Tryglen, min Bøn tager HERREN imod.
10 ૧૦ મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે. તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે.
Beskæmmes skal alle mine Fjender og såre forfærdes, brat skal de vige med Skam.