< ગીતશાસ્ત્ર 59 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. શાઉલે મોકલેલા માણસોએ તેને મારવાને ઘરની ચોકી કરી, તે વખતનું. હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને છોડાવો; મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.
ऐ मेरे खु़दा मुझे मेरे दुश्मनों से छुड़ा मेरे ख़िलाफ़ उठने वालों पर सरफ़राज़ कर।
2 ૨ દુષ્ટતા કરનારાઓથી મને દૂર રાખો અને ખૂની માણસોથી મને બચાવો.
मुझे बदकिरदारों से छुड़ा, और खूंख़्वार आदमियों से मुझे बचा।
3 ૩ કેમ કે, જુઓ, તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહ્યા છે; શક્તિશાળી દુષ્ટો મારી સામે એકત્ર થાય છે, પણ, હે યહોવાહ, મારા ઉલ્લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.
क्यूँकि देख, वह मेरी जान की घात में हैं। ऐ ख़ुदावन्द! मेरी ख़ता या मेरे गुनाह के बगै़र ज़बरदस्त लोग मेरे ख़िलाफ़ इकठ्ठे होते हैं।
4 ૪ જો કે મારો કંઈ પણ દોષ ન હોવા છતાં તેઓ દોડી આવીને તૈયારી કરે છે; મને સહાય કરવાને જાગો અને જુઓ.
वह मुझ बेक़सूर पर दौड़ दौड़कर तैयार होते हैं; मेरी मदद के लिए जाग और देख!
5 ૫ તમે, હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, તમે સર્વ દેશોને શિક્ષા કરવાને ઊઠો; કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ. (સેલાહ)
ऐ ख़ुदावन्द, लश्करों के ख़ुदा! इस्राईल के ख़ुदा! सब कौमों के मुहासिबे के लिए उठ; किसी दग़ाबाज़ ख़ताकार पर रहम न कर। (सिलाह)
6 ૬ તેઓ સાંજના સમયે પાછા આવે છે, અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે; અને નગરની આસપાસ ફરે છે.
वह शाम को लौटते और कुत्ते की तरह भौंकते हैं और शहर के गिर्द फिरते हैं।
7 ૭ જુઓ, તેઓ પોતાના મુખથી ઓડકાર લે છે; તેઓના હોઠોમાં તલવારો છે, કેમ કે તેઓ કહે છે કે, “અમારું સાંભળનાર કોણ છે?”
देख! वह अपने मुँह से डकारते हैं, उनके लबों के अन्दर तलवारें हैं; क्यूँकि वह कहते हैं, “कौन सुनता है?”
8 ૮ પણ, હે યહોવાહ, તમે તેઓને હસી કાઢશો; તમે સર્વ દેશોની મજાક ઉડાવો છો.
लेकिन ऐ ख़ुदावन्द! तू उन पर हँसेगा; तू तमाम क़ौमों को ठट्ठों में उड़ाएगा।
9 ૯ હે ઈશ્વર, મારા સામર્થ્ય, હું તમારી તરફ લક્ષ રાખીશ; તમે મારો ઊંચો ગઢ છો.
ऐ मेरी कु़व्वत, मुझे तेरी ही आस होगी, क्यूँकि ख़ुदा मेरा ऊँचा बुर्ज है।
10 ૧૦ મારા ઈશ્વર તેમની કૃપાથી મને મળવા આવશે; ઈશ્વર મારા શત્રુઓ ઉપર મને મારી ઇચ્છા પૂરી કરવા દેશે.
मेरा ख़ुदा अपनी शफ़क़त से मेरा अगुवा होगा, ख़ुदा मुझे मेरे दुश्मनों की पस्ती दिखाएगा।
11 ૧૧ તેઓનો સંહાર કરશો નહિ, નહિ તો મારા લોકો ભૂલી જશે; હે પ્રભુ, અમારી ઢાલ, તમારી શક્તિ વડે તેઓને વિખેરીને નીચે પાડી નાખો.
उनको क़त्ल न कर, ऐसा न हो मेरे लोग भूल जाएँ ऐ ख़ुदावन्द, ऐ हमारी ढाल!, अपनी कु़दरत से उनको तितर बितर करके पस्त कर दे।
12 ૧૨ કેમ કે તેઓના મુખના પાપને લીધે અને તેઓના હોઠોના શબ્દોને લીધે, તેઓ જે શાપ દે છે અને જે જૂઠું બોલે છે, તેને લીધે તેઓને પોતાના જ અભિમાનમાં ફસાઈ જવા દો.
वह अपने मुँह के गुनाह, और अपने होंटों की बातों और अपनी लान तान और झूट बोलने के वजह से, अपने गु़रूर में पकड़े जाएँ।
13 ૧૩ કોપથી તેઓનો નાશ કરો, નાશ કરો, કે જેથી તેઓ રહે જ નહિ; તેઓને જણાવો કે ઈશ્વર યાકૂબમાં રાજ કરે છે અને પૃથ્વીના અંત સુધી પણ રાજ કરે છે. (સેલાહ)
क़हर में उनको फ़ना कर दे, फ़ना कर दे ताकि वह बर्बाद हो जाएँ, और वह ज़मीन की इन्तिहा तक जान लें, कि ख़ुदा या'क़ूब पर हुक्मरान है।
14 ૧૪ સાંજે તેઓ પાછા આવો; તેઓ કૂતરાની જેમ ઘૂરકો અને નગરની આસપાસ ફરો.
फिर शाम को वह लौटें और कुत्ते की तरह भौंकें और शहर के गिर्द फिरें।
15 ૧૫ તેઓ અહીંતહીં ખાવા માટે ફરતા ફરશે અને જો તેઓ સંતોષી ન હોય તો આખી રાત તેઓ રાહ જોશે.
वह खाने की तलाश में मारे मारे फिरें, और अगर आसूदा न हों तो सारी रात ठहरे रहे।
16 ૧૬ પણ હું તો તમારા સામર્થ્યનું ગીત ગાઈશ; અને મારા સંકટના સમયે ભરોસો રાખીશ, કેમ કે તમે મારે માટે ઊંચો ગઢ છો.
लेकिन मैं तेरी कु़दरत का हम्द गाऊँगा, बल्कि सुबह को बुलन्द आवाज़ से तेरी शफ़क़त का हम्द गाऊँगा। क्यूँकि तू मेरा ऊँचा बुर्ज है, और मेरी मुसीबत के दिन मेरी पनाहगाह।
17 ૧૭ હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તોત્રો ગાઈશ; કેમ કે ઈશ્વર મારે માટે ઊંચો ગઢ અને મારા પર કૃપા કરનાર ઈશ્વર છે.
ऐ मेरी ताक़त, मै तेरी मदहसराई करूँगा; क्यूँकि ख़ुदा मेरा शफ़ीक़ ख़ुदा मेरा ऊँचाबुर्ज है।