< ગીતશાસ્ત્ર 59 >

1 મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. શાઉલે મોકલેલા માણસોએ તેને મારવાને ઘરની ચોકી કરી, તે વખતનું. હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને છોડાવો; મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.
達味金詩,交與樂官。調寄「莫要毀壞」。 我主,求你由我的仇敵中,救我免難,求你從攻擊我者中,使戈脫險;
2 દુષ્ટતા કરનારાઓથી મને દૂર રાખો અને ખૂની માણસોથી મને બચાવો.
求你救我脫離為非作歹的人,求你救我脫離好流人血的人。
3 કેમ કે, જુઓ, તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહ્યા છે; શક્તિશાળી દુષ્ટો મારી સામે એકત્ર થાય છે, પણ, હે યહોવાહ, મારા ઉલ્લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.
上主,你看,我雖然沒有作過惡,沒有犯過罪,但強橫人為害我的性命,卻群起與我作對。
4 જો કે મારો કંઈ પણ દોષ ન હોવા છતાં તેઓ દોડી આવીને તૈયારી કરે છે; મને સહાય કરવાને જાગો અને જુઓ.
我雖然無辜,他們卻跑來挑戰,求你醒來扶助我,且予以察看。
5 તમે, હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, તમે સર્વ દેશોને શિક્ષા કરવાને ઊઠો; કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ. (સેલાહ)
因為你是上主,萬軍的天主,以色列的天主,醒來嚴罰這些群眾,別恩待這些背信的惡徒。
6 તેઓ સાંજના સમયે પાછા આવે છે, અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે; અને નગરની આસપાસ ફરે છે.
他們晚上歸來,狂吠如犬,他們環繞城池,四周圍轉。
7 જુઓ, તેઓ પોતાના મુખથી ઓડકાર લે છે; તેઓના હોઠોમાં તલવારો છે, કેમ કે તેઓ કહે છે કે, “અમારું સાંભળનાર કોણ છે?”
看,他們的唇舌宛如利劍,且滿口傲慢說:有誰聽見?
8 પણ, હે યહોવાહ, તમે તેઓને હસી કાઢશો; તમે સર્વ દેશોની મજાક ઉડાવો છો.
但是你,上主,你必嘲笑他們,你必譏諷這般異民。
9 હે ઈશ્વર, મારા સામર્થ્ય, હું તમારી તરફ લક્ષ રાખીશ; તમે મારો ઊંચો ગઢ છો.
我的力量,我只有仰望於你,因為你是天主,是我的堡壘。
10 ૧૦ મારા ઈશ્વર તેમની કૃપાથી મને મળવા આવશે; ઈશ્વર મારા શત્રુઓ ઉપર મને મારી ઇચ્છા પૂરી કરવા દેશે.
願那愛我的天主援助我,使我因仇敵失敗而歡樂!
11 ૧૧ તેઓનો સંહાર કરશો નહિ, નહિ તો મારા લોકો ભૂલી જશે; હે પ્રભુ, અમારી ઢાલ, તમારી શક્તિ વડે તેઓને વિખેરીને નીચે પાડી નાખો.
天主,求你擊殺他們,免得侵犯我的人民;上主,我的謢盾,你以強力制服他們。
12 ૧૨ કેમ કે તેઓના મુખના પાપને લીધે અને તેઓના હોઠોના શબ્દોને લીધે, તેઓ જે શાપ દે છે અને જે જૂઠું બોલે છે, તેને લીધે તેઓને પોતાના જ અભિમાનમાં ફસાઈ જવા દો.
他們口唇所說的話語:就是他們口舌的罪過,他們因自己的驕傲咒罵與謊言,自陷網羅!
13 ૧૩ કોપથી તેઓનો નાશ કરો, નાશ કરો, કે જેથી તેઓ રહે જ નહિ; તેઓને જણાવો કે ઈશ્વર યાકૂબમાં રાજ કરે છે અને પૃથ્વીના અંત સુધી પણ રાજ કરે છે. (સેલાહ)
求你發怒滅絕他們,滅絕他們無一存立,使人知道:天主在雅各伯為王直達地極。
14 ૧૪ સાંજે તેઓ પાછા આવો; તેઓ કૂતરાની જેમ ઘૂરકો અને નગરની આસપાસ ફરો.
他們晚上歸來,狂吠如犬,他們環繞城池,四周圍轉。
15 ૧૫ તેઓ અહીંતહીં ખાવા માટે ફરતા ફરશે અને જો તેઓ સંતોષી ન હોય તો આખી રાત તેઓ રાહ જોશે.
他們到處遊蕩,覓食餬口。若不得飽食,便狂吠不休。
16 ૧૬ પણ હું તો તમારા સામર્થ્યનું ગીત ગાઈશ; અને મારા સંકટના સમયે ભરોસો રાખીશ, કેમ કે તમે મારે માટે ઊંચો ગઢ છો.
但是我要稱你的威能,每日清晨歡呼你的寬仁,因為只有你是我的碉堡,是我困厄時日的避難所。
17 ૧૭ હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તોત્રો ગાઈશ; કેમ કે ઈશ્વર મારે માટે ઊંચો ગઢ અને મારા પર કૃપા કરનાર ઈશ્વર છે.
我的力量,我只有向你歡唱,因為只有你是天主,是我的保障。你是我的天主,你對我慈祥。

< ગીતશાસ્ત્ર 59 >