< ગીતશાસ્ત્ર 58 >

1 મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું સોનેરી ગીત. શું તમે ખરેખર ન્યાયીપણાથી બોલો છો? હે માણસોના દીકરાઓ, શું તમે અદલ ઇનસાફ કરો છો?
Načelniku godbe: "Ne pogubi"; Davidova pesem odlična. Ali zares, o krdelo, govorite pravico? po pravici sodite, sinovi človeški?
2 ના, તમે તમારા મનમાં દુષ્ટતા યોજો છો; પૃથ્વી પર તમે તમારા હાથથી જુલમ તોળી આપો છો.
Ne, celo iz srca počenjate krivice; v tej deželi tehtate rok svojih silovitost.
3 દુષ્ટો જન્મથી જ ખોટા માર્ગે વળી ગયેલા હોય છે; તેઓ જન્મે છે કે તરત જ જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચઢી જાય છે.
V stran zavijajo krivični od rojstva; tavajo od materinega telesa laž govoreč.
4 તેઓનું વિષ સાપના વિષ જેવું છે; તેઓ કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે.
Strup imajo podoben kačjemu strupu; kakor gada gluhega, ki si maši uho svoje.
5 કે જે ઘણી જ ચાલાકીથી મોરલી વગાડનાર મદારીનો પણ અવાજ સાંભળતો નથી.
Kateri ne posluša glasú mrmrajočih, njega, ki zna zagovarjati jako.
6 હે ઈશ્વર, તમે તેઓના દાંત તોડી નાખો; હે યહોવાહ, તમે યુવાન સિંહોના મોટા દાંત તોડી પાડો.
O Bog, zdróbi jim zobe v njih ustih; mladih levov kočnike poderi, Gospod!
7 તેઓ ઝડપથી વહેતા પાણીની જેમ વહી જાઓ; જ્યારે તેઓ પોતાનાં બાણ તાકે, ત્યારે તેઓ બૂઠાં થઈ જાઓ.
Stopé se naj kakor voda, odidejo naj neprestano; njemu, ki napenja pušice svoje, izpremené se naj kakor v klasje pušice.
8 ગોકળગાય જે ચાલતા ચાલતા પીગળી જાય છે તેના જેવા અથવા જેણે સૂર્ય જોયો નથી, એવા સ્ત્રીને અધૂરે ગયેલા ગર્ભ જેવા તેઓ થાઓ.
Kakor polž, ki se topi, bode naj vsak, kakor žene splav, kakor ki niso videli solnca.
9 તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, પછી તે લીલા હોય કે સૂકા હોય, તો પણ, તેમને વંટોળિયો ઘસડી લઈ જશે.
Ko se ne bode še čutilo trnje vaše, trnje ščipkovo, tako zeleno kakor suho podrl bode vse.
10 ૧૦ જ્યારે તે ઈશ્વરનો બદલો જોશે, ત્યારે ન્યાયી માણસ હરખાશે; તે દુષ્ટોના લોહીમાં પોતાના પગ ધોશે,
Radoval se bode pravični, ko bode videl maščevanje; noge svoje bode umival v krivičnega krvi.
11 ૧૧ કે જેથી માણસો કહેશે કે, “ન્યાયી માણસને ચોક્કસ બદલો મળશે; નિશ્ચે પૃથ્વીમાં ન્યાય કરનાર ઈશ્વર છે.”
In človek poreče: Vendar ima sad pravični, vendar je sodnik na zemlji!

< ગીતશાસ્ત્ર 58 >