< ગીતશાસ્ત્ર 55 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું માસ્કીલ. હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળવાને તમારા કાન ધરો; અને મારી વિનંતિ સાંભળવાથી સંતાઈ ન જાઓ.
En undervisning Davids, till att föresjunga på strängaspel. Gud, hör mina bön, och fördölj dig icke för mitt bedjande.
2 ૨ મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર આપો; હું શોકને કારણે અશાંત છું અને વિલાપ કરું છું.
Akta uppå mig, och hör mig, huru jämmerliga jag klagar och gråter;
3 ૩ દુશ્મનોના અવાજને લીધે અને દુષ્ટોના જુલમને લીધે, હું વિલાપ કરું છું; કેમ કે તેઓ મારા પર અન્યાય કરવાનો દોષ મૂકે છે અને ક્રોધથી મને સતાવે છે.
Att fienden så ropar, och den ogudaktige tränger; ty de vilja komma mig på skada, och äro mig svårliga vrede.
4 ૪ મારા હૃદયમાં મને ઘણી વેદના થાય છે અને મૃત્યુનો ભય મારા પર આવી પડ્યો છે.
Mitt hjerta ängslas i mitt lif, och dödsens fruktan är fallen uppå mig.
5 ૫ મને ત્રાસથી ધ્રૂજારી આવે છે અને ભયથી ઘેરાયેલો છું.
Fruktan och bäfvande är mig uppåkommet, och grufvelse hafver öfverfallit mig.
6 ૬ મેં કહ્યું, “જો મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું! તો હું દૂર ઊડી જઈને વિશ્રામ લેત.
Jag sade: O! hade jag vingar såsom dufvor, att jag måtte flyga, och någorstäds blifva;
7 ૭ હું અરણ્યમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત. (સેલાહ)
Si, så ville jag draga mig långt bort, och blifva i öknene. (Sela)
8 ૮ પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને ઉતાવળે આશ્રયસ્થાને જઈ પહોંચત.”
Jag ville skynda mig, att jag måtte undkomma för storm och oväder.
9 ૯ હે પ્રભુ, તેઓનો નાશ કરો અને તેઓની ભાષાઓ બદલી નાખો, કેમ કે મેં નગરમાં બળાત્કાર તથા ઝઘડા જોયા છે.
Gör, Herre, deras tungor oens, och låt dem förgås; ty jag ser orätt och trätor i stadenom.
10 ૧૦ તેઓ રાતદિવસ તેના કોટ પર આંટા મારે છે; અને તેની મધ્યે દુષ્ટતા તથા હાનિ ચાલુ રહી છે.
Sådant går dag och natt allt omkring, innan hans murar; möda och arbete är derinne.
11 ૧૧ તેની વચ્ચે બૂરાઈ છે; જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતાં નથી.
Orätten regerar derinne; lögn och bedrägeri vänder intet igen uppå hans gator.
12 ૧૨ કેમ કે મને જે ઠપકો આપનારો હતો તે મારો શત્રુ ન હતો, એ તો મારાથી સહન કરી શકાત; મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે મારો શત્રુ ન હતો, એવાથી તો હું સંતાઈ રહી શકત.
Om min fiende skämde mig, ville jag det lida; och om min hatare trugade mig, ville jag gömma mig bort för honom.
13 ૧૩ પણ તે તું જ છે, તું જે મારા સરખો, મારો સાથી અને મારો ખાસ મિત્ર.
Men du äst min stallbroder, min skaffare, och min kände vän.
14 ૧૪ આપણે એકબીજાની સાથે મીઠી સંગત કરતા હતા; આપણે જનસમુદાય સાથે ઈશ્વરના ઘરમાં જતા હતા.
Vi, som vänliga omginges inbördes med hvarannan, vi vandrade i Guds hus tillhopa.
15 ૧૫ એકાએક તેમના પર મોત આવી પડો; તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો, કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે. (Sheol )
Döden öfverfalle dem, och fare sig lefvande uti helvetet; ty all skalkhet är uti deras hop. (Sheol )
16 ૧૬ હું તો ઈશ્વરને પોકાર કરીશ અને યહોવાહ મારો બચાવ કરશે.
Men jag vill ropa till Gud, och Herren skall hjelpa mig.
17 ૧૭ હું મારા દુ: ખમાં સવારે, બપોરે અને સાંજે ઈશ્વરને ફરિયાદ કરીશ અને તે મારો અવાજ સાંભળશે.
Om afton, morgon och middag vill jag klaga och gråta; så skall han höra mina röst.
18 ૧૮ કોઈ મારી પાસે આવે નહિ, માટે તેમણે છોડાવીને મારા આત્માને શાંતિ આપી છે કેમ કે મારી સામે લડનારા ઘણા છે.
Han förlöser mina själ ifrå dem som vilja till verka med mig, och skaffar henne ro; ty de äro många emot mig.
19 ૧૯ ઈશ્વર જે અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે, તે તેઓને સાંભળશે અને જવાબ આપશે. (સેલાહ) જે માણસોમાં કંઈ ફેરફાર થતો નથી; તેઓ ઈશ્વરથી બીતા નથી.
Gud skall hörat, och späka dem, den alltid blifver. (Sela) Ty de vända sig icke, och frukta Gud intet;
20 ૨૦ મારા મિત્રો કે જેઓ તેની સાથે સમાધાન રાખતા હતા તેણે તેમના પર હાથ ઉગામ્યો છે; તેણે પોતાનો કરેલો કરાર તોડ્યો છે.
Ty de lägga sina händer uppå hans fridsamma, och ohelga hans förbund.
21 ૨૧ તેના મુખના શબ્દો માખણ જેવા સુંવાળા છે, પણ તેનું હૃદય યુદ્ધના વિચારોથી ભરેલું છે; તેના શબ્દો તેલ કરતાં વધારે મુલાયમ છે, પણ તે શબ્દો ખરેખર તલવારની જેમ કાપે છે.
Deras mun är halare än smör, och hafva dock örlig i sinnet; deras ord äro lenare än olja, och äro dock bar svärd.
22 ૨૨ તમારી ચિંતાઓ યહોવાહને સોંપી દો અને તે તમને નિભાવી રાખશે; તે ક્યારેય ન્યાયી વ્યક્તિને પરાજિત થવા દેતા નથી.
Kasta dina omsorg uppå Herran, han skall försörja dig; och skall icke låta den rättfärdiga i oro blifva till evig tid.
23 ૨૩ પણ, હે ઈશ્વર, તમે મારા શત્રુઓને વિનાશની ખાઈમાં ધકેલી દો છો; ખૂની કે કપટી પોતાનું અડધું આયુષ્ય પણ ભોગવી નથી શકતા, પણ હું તો તમારા પર ભરોસો રાખીશ.
Men Gud, du skall nederstörta dem uti den djupa kulona; de blodgiruge och falske skola icke komma till sin halfva ålder; men jag hoppas uppå dig.