< ગીતશાસ્ત્ર 54 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું માસ્કીલ. ઝીફીઓએ આવીને શાઉલને કહ્યું, “શું, દાઉદ અમારે ત્યાં સંતાઈ રહેલો નથી?” તે વખતનું. હે ઈશ્વર, તમારા નામે મને બચાવો અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
Salva-me, ó Deus, pelo teu nome, e faze-me justiça pelo teu poder.
2 ૨ હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો; મારા મુખની વાતો પર કાન ધરો.
Ó Deus, ouve a minha oração, inclina os teus ouvidos ás palavras da minha bocca.
3 ૩ કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે અને જુલમગારો મારો જીવ લેવા મથે છે; તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી.
Porque os estranhos se levantam contra mim, e tyrannos procuram a minha vida: não teem posto Deus perante os seus olhos (Selah)
4 ૪ જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; પ્રભુ જ મારા આત્માનાં આધાર છે.
Eis que Deus é o meu ajudador, o Senhor está com aquelles que susteem a minha alma.
5 ૫ તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે; તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો.
Elle recompensará com o mal aquelles que me andam espiando: destroe-os na tua verdade.
6 ૬ હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે.
Eu te offerecerei voluntariamente sacrificios, louvarei o teu nome ó Senhor, porque é bom.
7 ૭ કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે.
Pois me tem livrado de toda a angustia; e os meus olhos viram o meu desejo sobre os meus inimigos.