< ગીતશાસ્ત્ર 52 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે દાઉદનું માસ્કીલ: દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે, તે વખતનું. ઓ શક્તિશાળી માણસ, તું તારાં દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે.
(다윗의 마스길. 영장으로 한 노래. 에돔인 도엑이 사울에게 이르러 다윗이 아히멜렉의 집에 왔더라 말하던 때에) 강포한 자여, 네가 어찌하여 악한 계획을 스스로 자랑하는고 하나님의 인자하심은 항상 있도다
2 ૨ તારી જીભ દુષ્ટ યોજનાઓ કરે છે અણીદાર અસ્ત્રાની જેમ તે છેતરે છે.
네 혀가 심한 악을 꾀하여 날카로운 삭도같이 간사를 행하는도다
3 ૩ તું ભલાઈ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે અને ન્યાયીપણું બોલવા કરતાં જૂઠું બોલવું તને વધારે ગમે છે.
네가 선보다 악을 사랑하며 의를 말함보다 거짓을 사랑하는도다 (셀라)
4 ૪ અરે કપટી જીભ, તું સર્વ વિનાશકારી વાતો ચાહે છે.
간사한 혀여, 네가 잡아 먹는 모든 말을 좋아하는도다
5 ૫ ઈશ્વર સદાને માટે તારો નાશ કરશે; તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે અને પૃથ્વીમાંથી તે તને ઉખેડી નાખશે. (સેલાહ)
그런즉 하나님이 영영히 너를 멸하심이여, 너를 취하여 네 장막에서 뽑아내며 생존하는 땅에서 네 뿌리를 빼시리로다 (셀라)
6 ૬ વળી ન્યાયીઓ પણ તે જોશે અને ગભરાશે; તેઓ હસીને તેને કહેશે કે,
의인이 보고 두려워하며 또 저를 비웃어 말하기를
7 ૭ “જુઓ, એ આ માણસ છે કે જેણે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો.”
이 사람은 하나님으로 자기 힘을 삼지 아니하고 오직 그 재물의 풍부함을 의지하며 제 악으로 스스로 든든케 하던 자라 하리로다
8 ૮ પણ હું તો ઈશ્વરના ઘરના લીલા જૈતૂનવૃક્ષ જેવો છું; હું ઈશ્વરની કૃપા પર સદાકાળ ભરોસો રાખું છું.
오직 나는 하나님의 집에 있는 푸른 감람나무 같음이여 하나님의 인자하심을 영영히 의지하리로다
9 ૯ હે ઈશ્વર, તમે જે કર્યું છે, તે માટે હું તમારી આભારસ્તુતિ સદા કરીશ. હું તમારા નામ પર આશા રાખું છું, કેમ કે તમારું નામ ઉત્તમ છે અને હું તે તમારાં સંતોની સમક્ષ પ્રગટ કરીશ.
주께서 이를 행하셨으므로 내가 영영히 주께 감사하고 주의 이름이 선함으로 주의 성도 앞에서 내가 주의 이름을 의지하리이다