< ગીતશાસ્ત્ર 51 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; બાથશેબાની પાસે ગયા પછી તેની પાસે નાથાન પ્રબોધક આવ્યો, તે વખતનું. હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; તમારી પુષ્કળ કૃપાથી મારા અપરાધો માફ કરો.
Načelniku godbe, psalm Davidov, Ko je prišel k njemu Natan prerok, potem ko se je bil sešèl z Betsebo. Milosten mi bodi, o Bog, po dobroti svoji; po obilosti svojega usmiljenja izbriši pregrehe moje.
2 ૨ મારા અપરાધથી મને પૂરો ધૂઓ અને મારા પાપોથી મને શુદ્ધ કરો.
Dobro me operi krivice moje, in greha mojega očisti me.
3 ૩ કેમ કે હું મારા અપરાધો જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે.
Ker pregrehe svoje jaz spoznavam, in greh moj biva mi vedno pred očmi.
4 ૪ તમારી, હા, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તમારી દ્રષ્ટિમાં ખરાબ છે તે મેં કર્યું છે; તેથી જ્યારે તમે બોલો, ત્યારે તમે ન્યાયી ઠરો; અને તમે ન્યાય કરો, ત્યારે તમે નિર્દોષ ઠરો.
Tebi, tebi samemu sem grešil, in storil kar se zlo vidi v tvojih očeh; da se opravičiš v govorih svojih; čist si, kader ti sodiš.
5 ૫ જુઓ, હું અન્યાયીપણામાં જન્મ્યો હતો; મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો હતો.
Glej, v krivici sem storjen in v grehu me je spočela mati moja.
6 ૬ તમે તમારા હૃદયમાં અંત: કરણની સત્યતા માગો છો; મારા હૃદયને તમે ડહાપણ શીખવશો.
Glej, resnice se raduješ v osrčji; in skrivaj si mi razodél modrost svojo.
7 ૭ ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ.
Očisti me z isopom, da bodem čist; operi me, da bodem bel nad sneg.
8 ૮ મને હર્ષ તથા આનંદ સંભળાવો એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.
Stóri, da čujem veselje in radost, radujejo se kosti, katere si potrl.
9 ૯ મારાં પાપ તરફ નજર ન કરો અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો.
Skrij srdito obličje svoje grehom mojim, in vse krivice moje izbriši.
10 ૧૦ હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.
Srce mi čisto ustvari, Bog, in duh krepak ponovi v meni.
11 ૧૧ મને તમારી સંમુખથી દૂર ન કરો અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ.
Ne zavrzi me izpred svojega obličja; in svojega svetega duha ne jemlji od mene nazaj.
12 ૧૨ તમારા ઉદ્ધારનો હર્ષ મને પાછો આપો અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો.
Daj mi nazaj veselje blaginje svoje; in z duhom blagodušnosti podpiraj me.
13 ૧૩ ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ અને પાપીઓ તમારા તરફ ફરશે.
Učil bodem krivičnike pota tvoja, da se grešniki povrnejo k tebi.
14 ૧૪ હે ઈશ્વર, મારા ઉદ્ધારનાર, ખૂનના દોષથી મને માફ કરો અને હું મારી જીભે તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાઈશ.
Reši me krvi, o Bog, Bog blaginje moje; jezik moj naj poje pravico tvojo.
15 ૧૫ હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.
Gospod, odpri moje ustne, in usta moja bodejo oznanjala hvalo tvojo.
16 ૧૬ કેમ કે તમે બલિદાનોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી.
Ker ne veseliš se daritve; nočeš, da dajem žgalni dar.
17 ૧૭ હે ઈશ્વર, મારો બલિદાનો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહિ.
Daritve Božje so duh potrt; srca potrtega in pobitega, o Bog, ne zametaš.
18 ૧૮ તમે કૃપા કરીને સિયોનનું ભલું કરો; યરુશાલેમના કોટોને ફરી બાંધો.
Oblagodari po dobri volji Sijon; sezidaj zidovje Jeruzalemsko.
19 ૧૯ પછી ન્યાયીપણાના બલિદાનોથી, દહનાર્પણ તથા સર્વ દહનીયાર્પણથી તમે આનંદ પામશો; પછી તેઓ તમારી વેદી પર બળદોનું અર્પણ કરશે.
Tedaj se bodeš veselil daritev pravice, žgalnih in celih daritev; tedaj bodo pobožni pokladali junce na tvoj oltar.