< ગીતશાસ્ત્ર 48 >
1 ૧ ગાયન; કોરાના દીકરાઓનું ગીત. આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાં યહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે.
Ein song, ein salme; av Korahs born. Stor er Herren og høglova i vår Guds by, på hans heilage fjell.
2 ૨ મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, ઊંચાઈમાં ખૂબસૂરત અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે.
Fager i si høgd, ein fagnad for all jordi er Sions fjell, utkanten av nordheimen, staden til den store kongen.
3 ૩ તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે.
Gud er i hans hallar kjend som ei fast borg.
4 ૪ કેમ કે રાજાઓ એકત્ર થયા, તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા.
For sjå, kongarne kom saman og drog fram i lag.
5 ૫ પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા; ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા.
Dei såg - so vart dei forfærde, dei vart vitskræmde, flydde i bråhast.
6 ૬ ત્યાં તેમને ભયથી ધ્રૂજારી થઈ તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું.
Ein skjelv greip deim der, ei bivring som hjå ei barnsjuk kvinna.
7 ૭ તમે પૂર્વના વાયુ વડે તાર્શીશનાં વહાણોને ભાંગી નાખ્યાં.
Med austanvind bryt du sund Tarsis-skip.
8 ૮ જેમ આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના સરદાર યહોવાહના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે; ઈશ્વર સદાકાળ તેને સ્થિર કરશે. (સેલાહ)
Liksom me hev høyrt, so hev me no set det i Herren, allhers drotts by, i vår Guds by, Gud gjer honom fast til æveleg tid. (Sela)
9 ૯ હે ઈશ્વર, અમે તમારા ઘરમાં તમારી કૃપા વિષે વિચાર કર્યો.
Me grundar på din nåde, Gud, midt i ditt tempel.
10 ૧૦ હે ઈશ્વર, જેવું તમારું નામ છે, તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીના અંત સુધી છે; તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
Som ditt namn, Gud, so er din pris alt til endarne av jordi; di høgre hand er full av rettferd.
11 ૧૧ તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે યહૂદિયાની દીકરીઓ હરખાશે.
Sionsfjellet gled seg, Juda døtter fagnar seg yver dine domar.
12 ૧૨ સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો; તેના બુરજોની ગણતરી કરો.
Gakk ikring Sion, far rundt um henne, tel hennar tårn!
13 ૧૩ તેનો કોટ ધ્યાનથી જુઓ અને તેના મહેલો પર લક્ષ આપો જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો.
Legg merke til hennar vollar, gakk igjenom hennar hallar, so de kann fortelja um det til den komande ætt.
14 ૧૪ કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણને દોરનાર છે.
For denne Gud er vår Gud æveleg og alltid; han skal føra oss ut yver dauden.