< ગીતશાસ્ત્ર 48 >

1 ગાયન; કોરાના દીકરાઓનું ગીત. આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાં યહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે.
(En sang. En salme af Koras sønner.) Stor og højlovet er vor Gud i sin Stad.
2 મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, ઊંચાઈમાં ખૂબસૂરત અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે.
Smukt løfter sig hans hellige Bjerg, al Jordens Fryd, Zions Bjerg i det højeste Nord, den store Konges By.
3 તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે.
Som Værn gjorde Gud sig kendt i dens Borge.
4 કેમ કે રાજાઓ એકત્ર થયા, તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા.
Thi Kongerne samlede sig, rykked frem tilsammen;
5 પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા; ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા.
de så og tav på Stedet, flyed i Angst,
6 ત્યાં તેમને ભયથી ધ્રૂજારી થઈ તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું.
af Rædsel grebes de brat, af Veer som en, der føder.
7 તમે પૂર્વના વાયુ વડે તાર્શીશનાં વહાણોને ભાંગી નાખ્યાં.
Med Østenstormen knuser du Tarsisskibe.
8 જેમ આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના સરદાર યહોવાહના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે; ઈશ્વર સદાકાળ તેને સ્થિર કરશે. (સેલાહ)
Som vi havde hørt det, så vi det selv i Hærskarers HERREs By, i vor Guds By; til evig Tid lader Gud den stå. (Sela)
9 હે ઈશ્વર, અમે તમારા ઘરમાં તમારી કૃપા વિષે વિચાર કર્યો.
I din Helligdom tænker vi, Gud, på din Miskundhed;
10 ૧૦ હે ઈશ્વર, જેવું તમારું નામ છે, તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીના અંત સુધી છે; તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
som dit Navn så lyder din Pris til Jordens Grænser. Din højre er fuld af Retfærd,
11 ૧૧ તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે યહૂદિયાની દીકરીઓ હરખાશે.
Zions Bjerg fryder sig, Judas Døtre jubler over dine Domme.
12 ૧૨ સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો; તેના બુરજોની ગણતરી કરો.
Drag rundt om Zion, gå rundt og tæl dets Tårne,
13 ૧૩ તેનો કોટ ધ્યાનથી જુઓ અને તેના મહેલો પર લક્ષ આપો જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો.
læg Mærke til dets Ringmur, så gennem dets Borge, at I kan melde Slægten, der
14 ૧૪ કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણને દોરનાર છે.
kommer: Sådan er Gud, vor Gud for evigt og altid, han skal lede os.

< ગીતશાસ્ત્ર 48 >