< ગીતશાસ્ત્ર 47 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત. હે સર્વ લોકો, તાળી પાડો; આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો.
Til songmeisteren; av Korahs born; ein salme. Klappa i henderne, alle folk! Kved høgt for Gud med fagnadrøyst!
2 ૨ કારણ કે પરાત્પર યહોવાહ ભયાવહ છે; તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે.
For Herren, den Høgste, er ageleg, ein stor konge yver all jordi.
3 ૩ તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે વિદેશીઓને હરાવીને મૂકશે.
Han legg folk under oss og folkeslag under våre føter.
4 ૪ તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે, એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે. (સેલાહ)
Han vel ut vår arvlut åt oss, til gilda for Jakob som han elskar. (Sela)
5 ૫ ઈશ્વર વિજયના પોકારસહિત, યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે.
Gud for upp med fagnadrop, Herren med basunljod.
6 ૬ ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ.
Syng lov for Gud, syng lov! Syng lov for vår konge, syng lov!
7 ૭ કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ.
For Gud er konge yver all jordi; syng til hans lov ein visleg song!
8 ૮ ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે.
Gud hev teke riket yver folki, Gud hev sett seg på sin heilage kongsstol.
9 ૯ લોકોના રાજકુમારો એકત્ર થયા છે ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સાથે બધા ભેગા થયા છે; કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; તે સર્વોચ્ય છે.
Folkedrottarne samlar seg som eit folk til Abrahams Gud; for skjoldarne på jordi høyrer Gud til, han er høgt upphøgd.