< ગીતશાસ્ત્ર 47 >

1 મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત. હે સર્વ લોકો, તાળી પાડો; આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો.
可拉后裔的诗,交与伶长。 万民哪,你们都要拍掌! 要用夸胜的声音向 神呼喊!
2 કારણ કે પરાત્પર યહોવાહ ભયાવહ છે; તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે.
因为耶和华至高者是可畏的; 他是治理全地的大君王。
3 તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે વિદેશીઓને હરાવીને મૂકશે.
他叫万民服在我们以下, 又叫列邦服在我们脚下。
4 તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે, એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે. (સેલાહ)
他为我们选择产业, 就是他所爱之雅各的荣耀。 (细拉)
5 ઈશ્વર વિજયના પોકારસહિત, યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે.
神上升,有喊声相送; 耶和华上升,有角声相送。
6 ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ.
你们要向 神歌颂,歌颂! 向我们王歌颂,歌颂!
7 કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ.
因为 神是全地的王; 你们要用悟性歌颂。
8 ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે.
神作王治理万国; 神坐在他的圣宝座上。
9 લોકોના રાજકુમારો એકત્ર થયા છે ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સાથે બધા ભેગા થયા છે; કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; તે સર્વોચ્ય છે.
列邦的君王聚集要作亚伯拉罕之 神的民。 因为世界的盾牌是属 神的; 他为至高!

< ગીતશાસ્ત્ર 47 >