< ગીતશાસ્ત્ર 46 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું (ગીત); રાગ અલામોથ. ગાયન. ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે.
Fún adarí orin. Ti àwọn ọmọ Kora. Gẹ́gẹ́ bí ti alamoti. Orin. Ọlọ́run ni ààbò àti agbára wa ó jẹ́ olùrànlọ́wọ́ ní ìgbà ìpọ́njú.
2 ૨ માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ.
Nítorí náà àwa kì yóò bẹ̀rù, bí a tilẹ̀ ṣí ayé ní ìdí, tí òkè sì ṣubú sínú Òkun.
3 ૩ જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. (સેલાહ)
Tí omi rẹ̀ tilẹ̀ ń hó tí ó sì ń mì tí àwọn òkè ńlá tilẹ̀ ń mì pẹ̀lú ọwọ́ agbára rẹ̀. (Sela)
4 ૪ ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે.
Odò ńlá kan wà tí ṣíṣàn rẹ̀ mú inú ìlú Ọlọ́run dùn, ibi mímọ́, níbi ti Ọ̀gá-ògo ń gbé.
5 ૫ ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ; મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે.
Ọlọ́run wà pẹ̀lú rẹ̀, kò ní yẹ̀: Ọlọ́run yóò ràn án lọ́wọ́ ní kùtùkùtù òwúrọ̀.
6 ૬ વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયાં; તેમણે ગર્જના કરી એટલે, પૃથ્વી પીગળી ગઈ.
Àwọn orílẹ̀-èdè ń bínú, àwọn ilẹ̀ ọba ṣubú, ó gbé ohun rẹ̀ sókè, ayé yọ̀.
7 ૭ આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)
Olúwa àwọn ọmọ-ogun wà pẹ̀lú wa, Ọlọ́run Jakọbu ni ààbò wa.
8 ૮ આવો યહોવાહનાં પરાક્રમો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ.
Ẹ wá wo iṣẹ́ Olúwa irú ahoro tí ó ṣe ní ayé.
9 ૯ તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે; રથોને અગ્નિથી બાળી નાખે છે.
O mú ọ̀tẹ̀ tán de òpin ilẹ̀ ayé ó ṣẹ́ ọrun, ó sì gé ọ̀kọ̀ sí méjì ó fi kẹ̀kẹ́ ogun jóná.
10 ૧૦ લડાઈ બંધ કરો અને જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ.
Ẹ dúró jẹ́ẹ́, kí ẹ sì mọ̀ pé èmi ní Ọlọ́run. A ó gbé mi ga nínú àwọn orílẹ̀-èdè, a ó gbé mi ga ní ayé.
11 ૧૧ સૈન્યોના યહોવાહ આપણી સાથે છે; યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. (સેલાહ)
Olúwa àwọn ọmọ-ogun wà pẹ̀lú wa; Ọlọ́run Jakọbu sì ni ààbò wa.