< ગીતશાસ્ત્ર 46 >

1 મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું (ગીત); રાગ અલામોથ. ગાયન. ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે.
למנצח לבני קרח על עלמות שיר אלהים לנו מחסה ועז עזרה בצרות נמצא מאד׃
2 માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ.
על כן לא נירא בהמיר ארץ ובמוט הרים בלב ימים׃
3 જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. (સેલાહ)
יהמו יחמרו מימיו ירעשו הרים בגאותו סלה׃
4 ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે.
נהר פלגיו ישמחו עיר אלהים קדש משכני עליון׃
5 ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ; મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે.
אלהים בקרבה בל תמוט יעזרה אלהים לפנות בקר׃
6 વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયાં; તેમણે ગર્જના કરી એટલે, પૃથ્વી પીગળી ગઈ.
המו גוים מטו ממלכות נתן בקולו תמוג ארץ׃
7 આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)
יהוה צבאות עמנו משגב לנו אלהי יעקב סלה׃
8 આવો યહોવાહનાં પરાક્રમો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ.
לכו חזו מפעלות יהוה אשר שם שמות בארץ׃
9 તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે; રથોને અગ્નિથી બાળી નાખે છે.
משבית מלחמות עד קצה הארץ קשת ישבר וקצץ חנית עגלות ישרף באש׃
10 ૧૦ લડાઈ બંધ કરો અને જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ.
הרפו ודעו כי אנכי אלהים ארום בגוים ארום בארץ׃
11 ૧૧ સૈન્યોના યહોવાહ આપણી સાથે છે; યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. (સેલાહ)
יהוה צבאות עמנו משגב לנו אלהי יעקב סלה׃

< ગીતશાસ્ત્ર 46 >