< ગીતશાસ્ત્ર 45 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નિમ; કોરાના દીકરાઓનું (ગીત). માસ્કીલ. પ્રેમ વિષે ગીત. મારું હૃદય ઉત્તમ વિષયથી ભરાઈ ગયું છે; જે શબ્દો મેં રાજાને માટે લખ્યા છે તે હું બોલું છું; મારી જીભ શ્રેષ્ઠ લેખકની કલમ જેવી ચપળ છે.
“To the chief musician upon Shoshannim, by the sons of Korach, a Maskil, a song of love.” My heart swelleth with a good speech; I say, “My works shall be for the king:” my tongue is the pen of a ready writer.
2 ૨ તમે માણસ કરતાં વધારે સુંદર છો; તમારા હોઠો કૃપાથી ભરેલા છે; માટે અમે જાણીએ છીએ કે ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે.
Thou art more fair than the children of men; grace is poured out over thy lips: therefore hath God blessed thee for ever.
3 ૩ હે પરાક્રમી, તમે તમારી તલવાર કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો.
Gird thy sword upon the thigh, O mighty one, [it is] thy glory and thy majesty;
4 ૪ સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે.
Yea, it is thy majesty: be prosperous, ride along for the cause of truth and meekness and righteousness; and fearful things shall thy right hand teach thee.
5 ૫ તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે; તેથી લોકો તમારે શરણે આવે છે.
Thy sharpened arrows—people will fall down beneath thee—[will enter] into the heart of the king's enemies.
6 ૬ ઈશ્વરે તમારા માટે આપેલા રાજ્યાસન સનાતન છે; તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે.
Thy throne, given of God, endureth for ever and ever: the sceptre of equity is the sceptre of thy kingdom.
7 ૭ તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે; માટે ઈશ્વર, તમારા ઈશ્વર, તમારા સાથીઓ કરતાં તમને સર્વશ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત કર્યા છે.
Thou lovest righteousness, and hatest wickedness: therefore hath God, thy God, anointed thee with the oil of gladness above thy associates.
8 ૮ તમારા બધાં વસ્ત્રો બોળ, અગર તથા તજની સુગંધથી મહેંકે છે; હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે.
Of myrrh, and aloes, and cassia are [fragrant] all thy garments: out of palaces of ivory have they made thee joyful with the sound of music.
9 ૯ રાજાની દીકરીઓની મધ્યે કેટલીક સ્ત્રીઓ આદરમાન છે; તમારે જમણે હાથે ઓફીરના સોનાથી શણગારેલા રાણી ઊભાં રહે છે.
Kings' daughters are among those dear to thee: the queen standeth on thy right hand in fine gold of Ophir.
10 ૧૦ હે દીકરી, સાંભળ, કાન ધર; તારા લોકોને અને તારા પિતાના ઘરને ભૂલી જા.
Hearken, O daughter, and look, and incline thy ear, and forget thy own people, and thy father's house:
11 ૧૧ આ રીતે રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે; તે તારા સ્વામી છે; તું તેમની સેવા કર.
Then will the king long for thy beauty; for he is thy Lord; and bow thyself to him.
12 ૧૨ તૂરની દીકરી ભેટ લઈને ત્યાં આવશે; ધનવાન લોકો તારી કૃપાને માટે તને કાલાવાલા કરશે.
And the daughter of Tyre shall be there with a gift: the rich among the people shall entreat thy favor.
13 ૧૩ રાજપુત્રી મહેલમાં સંપૂર્ણ ગૌરવવાન છે; તેનાં વસ્ત્રોમાં સોનાના તાર વણેલા છે.
All gloriously attired awaiteth the king's daughter in the inner chamber: of wrought gold is her garment.
14 ૧૪ શણગારેલાં વસ્ત્રો પહેરીને તેને રાજા પાસે લઈ જવામાં આવશે; કુમારિકાઓ, જે તેની સાથીઓ છે, તે તેની પાછળ ચાલે છે, તેઓને તમારી પાસે લાવવામાં આવશે.
In embroidered clothes will she be brought unto the king: virgins that follow her, her companions, are brought unto thee.
15 ૧૫ તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે; તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે.
They are led forth with rejoicings and gladness, they enter into the palace of the king.
16 ૧૬ તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરાઓ આવશે, જેઓને તમે આખા દેશ પર રાજકુમાર ઠરાવશો.
Instead of thy fathers shall be thy children: thou wilt appoint them as princes in all the land.
17 ૧૭ હું પેઢી દરપેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ; તેથી લોકો સદાકાળ સુધી તમારી આભારસ્તુતિ કરશે.
I will make thy name to be remembered in all generations: therefore shall the people praise thee for ever and ever.