< ગીતશાસ્ત્ર 44 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું (ગીત). માસ્કીલ. હે ઈશ્વર, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં એટલે પુરાતન કાળમાં, તમે જે કામો કર્યાં હતાં, તે વિષે તેઓએ અમને કહ્યું છે તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
Zborovođi. Sinova Korahovih. Poučna pjesma. Bože, ušima svojim slušasmo, očevi nam pripovijedahu naši, o djelu koje si izveo u danima njihovim - u danima davnim.
2 ૨ તમે તમારે હાથે વિદેશીઓને નસાડી મૂક્યા, અને તમે તમારા લોકોને વસાવ્યા; તમે વિદેશી લોકો પર દુઃખ લાવ્યા, પણ તમે અમારા લોકોને દેશમાં વસાવ્યા.
Rukom si svojom izagnao pogane, a njih posadio, iskorijenio narode, a njih raširio.
3 ૩ તેઓએ પોતાની તલવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે અને તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.
Mačem svojim oni zemlju ne zauzeše niti im mišica njihova donese pobjedu, već desnica tvoja i tvoja mišica i lice tvoje milosno jer si ih ljubio.
4 ૪ તમે મારા ઈશ્વર તથા રાજા છો; તમે યાકૂબને વિજય ફરમાવો.
Ti, o moj Kralju i Bože moj, ti si dao pobjede Jakovu.
5 ૫ તમારી સહાયતાથી અમે અમારા વૈરીઓને જમીનદોસ્ત કરી નાખીશું; તમારે નામે અમારી વિરુદ્ધ ઊઠનારને છૂંદી નાખીશું.
Po tebi dušmane svoje odbismo, u tvome imenu zgazismo one koji se na nas digoše.
6 ૬ કેમ કે હું મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહિ, મારી તલવાર પણ મારો બચાવ કરી શકશે નહિ.
U svoj se luk nisam pouzdavao, nit' me mač moj spasavao.
7 ૭ પણ અમારા વૈરીઓથી તમે અમને બચાવ્યા છે અને જેઓ અમને ધિક્કારે છે તેઓને બદનામ કર્યા છે.
Nego ti, ti si nas spasio od dušmana, ti si postidio one koji nas mrze.
8 ૮ આખો દિવસ અમે ઈશ્વરમાં બડાશ મારી છે અને અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ કરીશું. (સેલાહ)
Dičili smo se Bogom u svako doba i tvoje ime slavili svagda.
9 ૯ પણ હવે તમે અમને દૂર કર્યા છે અને શરમિંદા કર્યા છે અને અમારા સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી.
A sad si nas odbacio i posramio nas i više ne izlaziš, Bože, sa četama našim.
10 ૧૦ તમે શત્રુઓ આગળ અમારી પાસે પીઠ ફેરવાવો છો; અને જેઓ અમને ધિક્કારે છે તેઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે.
Pustio si da pred dušmanima uzmaknemo, i opljačkaše nas mrzitelji naši.
11 ૧૧ તમે અમને કાપવાનાં ઘેટાંની જેમ બનાવી દીધા છે અને વિદેશીઓમાં અમને વિખેરી નાખ્યા છે.
Dao si nas k'o ovce na klanje i rasuo nas među neznabošce.
12 ૧૨ તમે તમારા લોકોને મફત વેચી દીધા છે; તેઓની કિંમતથી અમને કંઈ લાભ થતો નથી.
U bescjenje si puk svoj prodao i obogatio se nisi prodajom.
13 ૧૩ અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદારૂપ બનાવ્યા છે, અમારી આસપાસના લોકો સમક્ષ અમને હાંસીરૂપ તથા તિરસ્કારરૂપ બનાવ્યા છે.
Učinio si nas ruglom susjedima našim, na podsmijeh i igračku onima oko nas.
14 ૧૪ તમે અમને વિદેશીઓમાં કહાણીરૂપ અને લોકોમાં માથાં હલાવવાનું કારણ કરો છો.
Na porugu smo neznabošcima, narodi kimaju glavom nad nama.
15 ૧૫ આખો દિવસ મારી આગળથી મારું અપમાન ખસતું નથી અને મારા મુખ પર થતી શરમિંદગીએ મને ઢાંકી દીધો છે.
Svagda mi je sramota moja pred očima i stid mi lice pokriva
16 ૧૬ નિંદા તથા દુર્ભાષણ કરનાર બોલને લીધે અને શત્રુ તથા વેર વાળનારની દ્રષ્ટિને લીધે આવું થાય છે.
zbog pogrdne graje podrugljivaca, zbog osvetljiva dušmanina.
17 ૧૭ આ બધું અમારા પર આવી પડ્યું છે; તોપણ અમે તમને વીસરી ગયા નથી અને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી બન્યા નથી.
Sve nas to snađe iako te nismo zaboravili niti povrijedili Saveza tvoga,
18 ૧૮ અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી; અમારાં પગલાં તમારા માર્ગ પરથી અન્ય માર્ગે વળ્યાં નથી.
niti nam se srce odmetnulo od tebe, niti nam je noga s tvoje skrenula staze,
19 ૧૯ તોપણ તમે અમને શિયાળવાંની જગ્યામાં કચડ્યા છે અને અમને મોતની છાયાથી ઢાંકી દીધા છે
kad si nas smrvio u boravištu šakalskom i smrtnim nas zavio mrakom.
20 ૨૦ જો અમે અમારા ઈશ્વરનું નામ ભૂલી ગયા હોઈએ અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોય,
Da smo i zaboravili ime Boga našega, da smo ruke k tuđem bogu podigli:
21 ૨૧ તો શું ઈશ્વર તે શોધી ન કાઢત? કેમ કે તે હૃદયની ગુપ્ત વાતો જાણે છે.
zar Bog toga ne bi saznao? TÓa on poznaje tajne srdaca!
22 ૨૨ કેમ કે તમારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ; કાપવાના ઘેટાંની જેવા અમને ગણવામાં આવે છે.
Ali zbog tebe ubijaju nas dan za danom, i mi smo im k'o ovce za klanje.
23 ૨૩ હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘો છો? ઊઠો, અમને સદાને માટે દૂર ન કરો.
Preni se! Što spavaš, Gospode? Probudi se! Ne odbacuj nas dovijeka!
24 ૨૪ તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવ્યું છે? અને અમારું સંકટ તથા અમારી સતાવણી કેમ વીસરી જાઓ છો?
Zašto lice svoje sakrivaš, zaboravljaš bijedu i nevolju našu?
25 ૨૫ કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે; અને અમે પેટ ઘસડતા થયાં છીએ.
Jer duša nam se u prah raspala, trbuh nam se uza zemlju prilijepio.
26 ૨૬ અમને મદદ કરવાને ઊઠો અને તમારી કૃપાથી અમને છોડાવો.
Ustani, u pomoć nam priteci, izbavi nas radi ljubavi svoje!