< ગીતશાસ્ત્ર 42 >

1 મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું માસ્કીલ. હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે ઈશ્વર, તમારે માટે મારો આત્મા તલપે છે.
Til songmeisteren; ein song til lærdom, av Korahs born. Som ein hjort styn etter vatsbekkjer, so styn mi sjæl etter deg, min Gud.
2 ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે, મારો આત્મા તરસે છે; હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ?
Mi sjæl tyrster etter Gud, etter den livande Gud. Når skal eg koma og syna meg for Guds åsyn?
3 મારાં આંસુ રાતદિવસ મારો આહાર થયા છે, મારા શત્રુઓ આખો દિવસ કહે છે, “તારો ઈશ્વર ક્યાં છે?”
Mine tåror er min mat dag og natt, av di dei all dagen segjer til meg: «Kvar er din Gud?»
4 હું લોકોના ટોળાં સાથે અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના ઘરમાં દોરી જતો હતો, એ વાતો યાદ કરું છું, ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે.
Dette må eg koma i hug og tøma ut mi sjæl hjå meg: korleis eg drog fram i manntrongen og vandra med deim til Guds hus med fagnadrøyst og lovsong, ein høgtidleg folkestraum.
5 હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ, કેમ કે તેમની કૃપાદ્રષ્ટિની સહાયને માટે હું હજી સુધી તેમની સ્તુતિ કરીશ.
Kvi er du nedbøygd, mi sjæl, og bruser i meg? Venta på Gud, for eg skal endå lova honom for frelsa frå hans andlit.
6 હે મારા ઈશ્વર, મારો આત્મા મારામાં નિરાશ થયો છે; માટે હું યર્દનના દેશથી, હેર્મોન પર્વત પરથી તથા મિઝાર ડુંગર પરથી તમારું સ્મરણ કરું છું.
Min Gud! Mi sjæl er nedbøygd i meg; difor kjem eg deg i hug frå Jordanlandet og Hermonhøgderne, frå det vesle fjell.
7 તમારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે; તમારાં સર્વ મોજાં તથા મોટાં મોજાંઓ મારા પર ફરી વળ્યાં છે.
Vatsflod ropar til vatsflod ved duren av dine fossar; alle dine brotsjøar og båror slær yver meg.
8 દિવસે યહોવાહ પોતાના કરારના વિશ્વાસુપણાની વાત કરતા; અને રાત્રે હું તેમનાં સ્તુતિગીત ગાતો, એટલે મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો.
Um dagen sender Herren sin nåde, og um natti er hans song hjå meg, bøn til mitt livs Gud.
9 ઈશ્વર મારા ખડક છે, હું તેમને કહીશ કે, “તમે મને કેમ ભૂલી ગયા છો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?”
Eg må segja til Gud, mitt berg: «Kvi hev du gløymt meg? Kvi skal eg ganga svartklædd under fiende-trykk?»
10 ૧૦ “તારા ઈશ્વર ક્યાં છે” એમ મશ્કરીમાં રોજ કહીને મારા શત્રુઓના મહેણાં મારા હાડકાંને તલવારની જેમ કચરી નાખે છે.
Det er som knasing i mine bein, at mine fiendar spottar meg, med di dei heile dagen segjer til meg: «Kvar er din Gud?»
11 ૧૧ હે મારા આત્મા, તું શા માટે ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ, કેમ કે તે મારા ઉદ્ધારક તથા મારા ઈશ્વર છે, હું હજી તેમનું સ્તવન કરીશ.
Kvi er du nedbøygd, mi sjæl, og kvi bruser du i meg? Venta på Gud, for eg skal endå lova honom, mitt andlits frelsa og min Gud.

< ગીતશાસ્ત્ર 42 >