< ગીતશાસ્ત્ર 40 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. મેં ધીરજથી યહોવાહની રાહ જોઈ; તેમણે મારી વિનંતી સાંભળી અને મને ઉત્તર આપ્યો.
大卫的诗,交与伶长。 我曾耐性等候耶和华; 他垂听我的呼求。
2 ૨ તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો અને તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારાં પગલાં સ્થિર કર્યાં.
他从祸坑里, 从淤泥中,把我拉上来, 使我的脚立在磐石上, 使我脚步稳当。
3 ૩ તેમણે આપણા ઈશ્વરનું સ્તોત્ર, મારા મુખમાં મૂક્યું છે. ઘણા તે જોશે અને બીશે અને યહોવાહ પર ભરોસો રાખશે.
他使我口唱新歌, 就是赞美我们 神的话。 许多人必看见而惧怕, 并要倚靠耶和华。
4 ૪ જે માણસ યહોવાહ પર ભરોસો રાખે છે અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જૂઠાને ગણકારતો નથી, તે આશીર્વાદિત છે.
那倚靠耶和华、 不理会狂傲和偏向虚假之辈的, 这人便为有福!
5 ૫ હે યહોવાહ મારા ઈશ્વર, તમે અમારા માટે આશ્ચર્યકારક કાર્યો કર્યાં છે અને અમારા સંબંધી તમારા જે વિચારો છે તે એટલા બધા છે કે તેઓને તમારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ; જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, તો તેઓ ગણતરીમાં અસંખ્ય છે.
耶和华—我的 神啊,你所行的奇事, 并你向我们所怀的意念甚多,不能向你陈明; 若要陈明,其事不可胜数。
6 ૬ તમને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી, પણ તમે મારા કાન ઉઘાડ્યાં છે; તમે દહનીયાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાં નથી.
祭物和礼物,你不喜悦; 你已经开通我的耳朵。 燔祭和赎罪祭非你所要。
7 ૭ પછી મેં કહ્યું, “જુઓ, હું આવ્યો છું; પુસ્તકના ઓળિયામાં મારા વિષે લખેલું છે.
那时我说:看哪,我来了! 我的事在经卷上已经记载了。
8 ૮ હે મારા ઈશ્વર, તમારી ઇચ્છાનુસાર કરવાને માટે હું રાજી છું.”
我的 神啊,我乐意照你的旨意行; 你的律法在我心里。
9 ૯ ભરી સભામાં મેં તમારા ન્યાયપણાની જાહેરાત કરી છે; હે યહોવાહ, તે તમે જાણો છો.
我在大会中宣传公义的佳音; 我必不止住我的嘴唇。 耶和华啊,这是你所知道的。
10 ૧૦ મેં મારા હૃદયમાં તમારું ન્યાયીપણું સંતાડી રાખ્યું નથી; મેં તમારું વિશ્વાસુપણું તથા ઉદ્ધાર પ્રગટ કર્યો છે; તમારી કૃપા તથા સત્યતા મેં જાહેર સભામાં છુપાવી નથી.
我未曾把你的公义藏在心里; 我已陈明你的信实和你的救恩; 我在大会中未曾隐瞒你的慈爱和诚实。
11 ૧૧ હે યહોવાહ, તમારી કૃપાદ્રષ્ટિ મારાથી પાછી ન રાખશો; તમારી કૃપા તથા સત્યતા નિરંતર મારું રક્ષણ કરો.
耶和华啊,求你不要向我止住你的慈悲! 愿你的慈爱和诚实常常保佑我!
12 ૧૨ કારણ કે અગણિત દુષ્ટોએ મને ઘેરી લીધો છે; મારા અન્યાયોએ મને પકડી પાડ્યો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી; તેઓ મારા માથાના વાળ કરતાં પણ વધારે છે અને મારું હૃદય નિર્બળ થયું છે.
因有无数的祸患围困我, 我的罪孽追上了我,使我不能昂首; 这罪孽比我的头发还多, 我就心寒胆战。
13 ૧૩ હે યહોવાહ, કૃપા કરીને મને છોડાવો; હે યહોવાહ, મને સહાય કરવાને ઉતાવળ કરો.
耶和华啊,求你开恩搭救我! 耶和华啊,求你速速帮助我!
14 ૧૪ જેઓ મારી પાછળ પડીને મારા આત્માનો નાશ કરવા મથે છે તેઓ સર્વ ફજેત થાઓ અને ત્રાસ પામો. જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે, તેઓ પાછા હઠો અને બદનામ થાઓ.
愿那些寻找我、要灭我命的,一同抱愧蒙羞! 愿那些喜悦我受害的,退后受辱!
15 ૧૫ જેઓ મને કહે છે કે, “આહા, આહા.” તેઓ પોતાની શરમભરેલી ચાલના બદલામાં પાયમાલ થાઓ.
愿那些对我说阿哈、阿哈的, 因羞愧而败亡!
16 ૧૬ પણ જે સર્વ તમને શોધે છે તેઓ તમારાથી હર્ષ પામો અને તમારામાં આનંદ કરો; જેઓ તમારા દ્વારા ઉદ્ધાર ચાહે છે તેઓ નિરંતર કહો, “યહોવાહ મોટા મનાઓ.”
愿一切寻求你的,因你高兴欢喜! 愿那些喜爱你救恩的,常说:当尊耶和华为大!
17 ૧૭ હું દીન તથા દરિદ્રી છું; પ્રભુ મારી ચિંતા કરશે. તમે મારા સહાયકારી તથા મારા છોડાવનાર છો; હે મારા ઈશ્વર, તમે વિલંબ ન કરો.
但我是困苦穷乏的,主仍顾念我; 你是帮助我的,搭救我的。 神啊,求你不要耽延!