< ગીતશાસ્ત્ર 4 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું ગીત. હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો; મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો.
Unijibu nikuitapo, Mungu wa haki yangu; uniokoe niwapo katika hatari. Unihurumie na usikie maombi yangu.
2 ૨ હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો? (સેલાહ)
Ninyi watu, mpaka lini mtaiabisha heshima yangu? Mpaka lini mtaendelea kupenda kile kisicho stahili na kutafuta uongo?
3 ૩ પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે. હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે.
Lakini mjue ya kuwa Yahweh huchagua watu wa kimungu kwa ajili yake. Nitakapo mwita Yahwe atasikia.
4 ૪ તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો! તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. (સેલાહ)
Tetemekeni na kuogopa, lakini msitende dhambi! Tafakarini mioyoni mwenu kwenye vitanda vyenu na muwe kimya.
5 ૫ ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો અને તમારો ભરોસો યહોવાહ પર રાખો.
Toeni matoleo ya haki na muweke imani yenu katika Yahweh.
6 ૬ ઘણા કહે છે, “કોણ અમને કંઈક સારું બતાવશે?” યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.
Wengi husema, “Ni nani atakaye tuonyesha chochote kilicho kizuri?” Yahweh, utuangazie nuru ya uso wako.
7 ૭ લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે.
Umeupa moyo wangu furaha kuu kuliko wao wanapozidishiwa nafaka na divai mpaya.
8 ૮ હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.
Ni amani kuwa nitajilaza na kusinzia, kwako pekee, Yahweh, nifanye kuwa salama kabisa.