< ગીતશાસ્ત્ર 39 >

1 મુખ્ય ગવૈયા યદૂથૂન માટે. દાઉદનું ગીત. મેં નક્કી કર્યું કે, “હું જે કહું છું, તે હું ધ્યાન રાખીશ કે જેથી હું મારી જીભે પાપ ન કરું. જ્યાં સુધી દુષ્ટો મારી આસપાસ હશે, ત્યાં સુધી હું મારા મોં પર લગામ રાખીશ.
Dawid dwom. Mekae se, “Mɛhwɛ mʼakwan yiye na mamfa me tɛkrɛma anyɛ bɔne; mɛto mʼano nnareka bere a amumɔyɛfo bɛn me yi.
2 હું શાંત રહ્યો; સત્ય બોલવાથી પણ હું છાનો રહ્યો અને મારો શોક વધી ગયો.
Enti meyɛɛ komm a manka asɛm papa biara mpo nanso mʼapinisi mu yɛɛ den.
3 મારું હૃદય મારામાં તપી ગયું; જ્યારે મેં આ બાબતો વિષે વિચાર કર્યો, ત્યારે વિચારોનો અગ્નિ સળગી ઊઠ્યો. પછી અંતે હું બોલ્યો કે,
Me koma ho guan no wɔ me mu. Midwinnwen no, ogya dɛwee; afei mede me tɛkrɛma kasae se:
4 “હે યહોવાહ, મને જણાવો કે મારું આયુષ્ય કેટલું છે? અને મારા આયુષ્યના દિવસો કેટલા છે, તે મને જણાવો. હું કેવો ક્ષણભંગુર છું, તે મને સમજાવો.
“Awurade, ma minhu me nkwa awiei ne me nna dodow; ma minhu sɛnea me nkwa si twa mu ntɛm so.
5 જુઓ, તમે મારા દિવસો મુઠ્ઠીભર કર્યા છે અને મારું આયુષ્ય તમારી આગળ કંઈ જ નથી. ચોક્કસ દરેક માણસ વ્યર્થ છે.
Woayɛ me nna sɛ nsateaa baako pɛ; na me mfe dodow nyɛ hwee wɔ wʼani so. Onipa nkwa yɛ ɔhome bi kɛkɛ.
6 નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે. નિશ્ચે દરેક જણ મિથ્યા ગભરાય છે તે સંગ્રહ કરે છે પણ તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.
Onipa redi akɔneaba nyinaa no, ɔte sɛ sunsuma bi kwa; ɔhaw ne ho nanso ɔyɛ kwa; ɔboa ahonya ano na onnim nea ɛbɛyɛ ne de.
7 હવે, હે પ્રભુ, હું શાની રાહ જોઉં? તમે જ મારી આશા છો.
“Afei Awurade, dɛn na merehwehwɛ? Mʼanidaso wɔ wo mu.
8 મારા સર્વ અપરાધો પર મને વિજય અપાવો: મૂર્ખો મારી મશ્કરી કરે, એવું થવા ન દો.
Gye me fi me bɔne nyinaa mu; mma mennyɛ nkwaseafo aserewde.
9 હું ચૂપ રહ્યો છું અને મેં મારું મુખ ઉઘાડ્યું નથી કેમ કે તમે જે કર્યુ છે એ હું જાણું છું.
Meyɛɛ komm, na mammue mʼano, efisɛ wo na woayɛ eyi.
10 ૧૦ હવે મને વધુ શિક્ષા ન કરશો, તમારા પ્રબળ હાથના પ્રહારે હું નિશ્ચે નષ્ટ જેવો જ થઈ ગયો છું.
Yi wʼasotwe fi me so; wo nsa ano amanehunu amene me.
11 ૧૧ જ્યારે તમે લોકોને તેઓનાં પાપોને કારણે શિક્ષા કરો છો, ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની જેમ નાશ કરી દો છો; નિશ્ચે દરેક લોકો કંઈ જ નથી પણ વ્યર્થ છે.
Woka nnipa anim, na wotwe wɔn aso wɔ wɔn bɔne ho; wosɛe wɔn ahonya te sɛ nwewee; onipa biara yɛ ɔhome kɛkɛ.
12 ૧૨ હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતિ કાને ધરો; મારાં આંસુ જોઈને! શાંત બેસી ન રહો, કેમ કે હું તમારી સાથે વિદેશી જેવો છું, મારા સર્વ પૂર્વજોની જેમ હું પણ મુસાફર છું.
“Awurade, tie me mpaebɔ, tie me sufrɛ; nsiw wʼaso wɔ me su ho. Me ne wo te hɔ sɛ ɔnanani, sɛnea na mʼagyanom nyinaa te no.
13 ૧૩ હું મૃત્યુ પામું તે અગાઉ, તમારી કરડી નજર મારા પરથી દૂર કરો કે જેથી હું ફરીથી હર્ષ પામું.
Yi wʼani fi me so na manya nkwa bio, ansa na mafi ha a mente ase bio.” Wɔde ma dwonkyerɛfo.

< ગીતશાસ્ત્ર 39 >