< ગીતશાસ્ત્ર 38 >
1 ૧ સંભારણાને અર્થે દાઉદનું ગીત. હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ઠપકો ન આપો; તમારા કોપમાં મને શિક્ષા ન કરો.
Oh Yavé, no me reprendas con tu indignación, Ni me castigues con tu ardiente ira.
2 ૨ કેમ કે તમારાં બાણો મને વાગ્યાં છે અને તમારો હાથ મને જોરથી દાબે છે.
Porque tus flechas se clavaron en mí, Y tu mano descendió sobre mí.
3 ૩ તમારા ગુસ્સાને લીધે મારું આખું શરીર બીમાર છે; મારા પાપોને લીધે મારાં હાડકાંમાં આરોગ્ય નથી.
Nada íntegro hay en mi cuerpo a causa de tu indignación, Ni hay paz en mis huesos a causa de mi pecado.
4 ૪ કેમ કે મારો અન્યાય મારા માથા પર ચઢી આવ્યો છે; ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઈ પડ્યો છે.
Porque mis iniquidades sobrepasan mi cabeza, Y como pesada carga se agravan sobre mí.
5 ૫ મારાં મૂર્ખાઈ ભર્યાં પાપોને કારણે મારા જખમ સડીને ગંધાઈ ઊઠ્યા છે.
Mis heridas hieden y supuran por causa de mi locura.
6 ૬ હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું; હું આખો દિવસ શોક કર્યા કરું છું.
Estoy encorvado y abatido en gran manera. Todo el día ando ensombrecido
7 ૭ કેમ કે મારી કમરમાં અસહ્ય બળતરા થાય છે અને મારું આખું શરીર રોગગ્રસ્ત થઈ ગયું છે.
Porque mis órganos internos están llenos de ardor, Y nada sano hay en mi cuerpo.
8 ૮ હું નિર્બળ થઈને કચડાઈ ગયો છું; મારા હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
Estoy debilitado y molido en extremo. Gimo a causa de la perturbación de mi corazón.
9 ૯ હે પ્રભુ, મારી સર્વ ઇચ્છા તમે જાણો છો અને મારો વિલાપ તમને અજાણ્યો નથી.
¡Oh ʼAdonay, ante Ti está todo mi deseo, Y mi suspiro no te es oculto!
10 ૧૦ મારા હૃદયના ધબકારા વધી ગયા છે, મારું બળ ઘટી ગયું છે અને મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
Mi corazón palpita, me falta el vigor, Y aun la luz de mis ojos me falta.
11 ૧૧ મારા રોગના ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઈ ગયા છે; મારા પડોશીઓ મારાથી દૂર ઊભા રહે છે.
Mis amigos y mis compañeros están lejos de mi herida. Mis allegados permanecen a distancia.
12 ૧૨ જેઓ મારો જીવ લેવા તાકે છે તેઓ ફાંદા માંડે છે. જેઓ મને ઉપદ્રવ કરવા પ્રયાસ કરે છે તેઓ હાનિકારક વાતો બોલે છે અને આખો દિવસ કપટ ભરેલા ઇરાદા કરે છે.
Los que buscan mi vida Me arman trampas. Los que procuran ofenderme Me amenazan con destrucción y traman fraudes todo el día.
13 ૧૩ પણ હું તો બહેરા માણસની જેમ તે સાંભળતો નથી; મૂંગો માણસ પોતાનું મુખ ઉઘાડતો નથી, તેના જેવો હું છું.
Pero yo, como si fuera sordo no escucho, Y soy como un mudo, que no abre su boca.
14 ૧૪ જે માણસ સાંભળતો નથી અને જેના મુખમાં દલીલો નથી તેના જેવો હું છું.
Sí, soy como un hombre que no oye, Y en cuya boca no hay respuesta.
15 ૧૫ હે યહોવાહ હું નિશ્ચે તમારી રાહ જોઈશ; હે પ્રભુ, મારા ઈશ્વર, તમે મને ઉત્તર આપશો.
Porque en Ti, oh Yavé, espero. Tú, ʼAdonay, mi ʼElohim, me responderás.
16 ૧૬ મેં આ કહ્યું કે જેથી મારા શત્રુઓ મારા પર હરખાય નહિ. જો મારો પગ લપસી જાય, તો તેઓ મારી સામે વડાઈ કરે છે.
Porque dije: No se alegren de mí. No se engrandezcan contra mí cuando mi pie resbale,
17 ૧૭ કેમ કે હું ઠોકર ખાઈ રહ્યો છું અને હું સતત દુઃખમાં છું.
Porque estoy a punto de caer Y mi dolor está continuamente ante mí.
18 ૧૮ હું મારા અન્યાયને કબૂલ કરું છું; હું મારા પાપને કારણે શોક કરું છું.
Por tanto, confieso mi iniquidad. Me contristé por mi pecado.
19 ૧૯ પણ જેઓ વિનાકારણ મારા શત્રુઓ થયા છે તેઓ અતિ પ્રબળ છે; જેઓ વિનાકારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
Pero mis enemigos son vigorosos y fuertes, Y se aumentaron los que me aborrecen sin causa.
20 ૨૦ તેઓ ભલાઈને બદલે ભૂંડું પાછું વાળે છે; તેઓ મારા શત્રુઓ છે, કેમ કે જે સારું છે તેને હું અનુસરું છું.
Los que pagan mal por bien me son hostiles, Porque sigo lo bueno.
21 ૨૧ હે યહોવાહ, તમે મને તજી દેશો નહિ; હે મારા ઈશ્વર, મારાથી દૂર ન થાઓ.
¡No me desampares, oh Yavé, mi ʼElohim! ¡No te alejes de mí!
22 ૨૨ હે પ્રભુ, મારા ઉદ્ધારક, મને સહાય કરવાને ઉતાવળ કરો.
¡Apresúrate a socorrerme, oh ʼAdonay, salvación mía!