< ગીતશાસ્ત્ર 38 >

1 સંભારણાને અર્થે દાઉદનું ગીત. હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ઠપકો ન આપો; તમારા કોપમાં મને શિક્ષા ન કરો.
ヱホバよねがはくは忿恚をもて我をせめ はげしき怒をもて我をこらしめ給ふなかれ
2 કેમ કે તમારાં બાણો મને વાગ્યાં છે અને તમારો હાથ મને જોરથી દાબે છે.
なんぢの矢われにあたり なんぢの手わがうへを壓へたり
3 તમારા ગુસ્સાને લીધે મારું આખું શરીર બીમાર છે; મારા પાપોને લીધે મારાં હાડકાંમાં આરોગ્ય નથી.
なんぢの怒によりてわが肉には全きところなく わが罪によりてわが骨には健かなるところなし
4 કેમ કે મારો અન્યાય મારા માથા પર ચઢી આવ્યો છે; ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઈ પડ્યો છે.
わが不義は首をすぎてたかく重荷のごとく負がたければなり
5 મારાં મૂર્ખાઈ ભર્યાં પાપોને કારણે મારા જખમ સડીને ગંધાઈ ઊઠ્યા છે.
われ愚なるによりてわが傷あしき臭をはなちて腐れただれたり
6 હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું; હું આખો દિવસ શોક કર્યા કરું છું.
われ折屈みていたくなげきうなたれたり われ終日かなしみありく
7 કેમ કે મારી કમરમાં અસહ્ય બળતરા થાય છે અને મારું આખું શરીર રોગગ્રસ્ત થઈ ગયું છે.
わが腰はことごとく燒るがごとく肉に全きところなければなり
8 હું નિર્બળ થઈને કચડાઈ ગયો છું; મારા હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
我おとろへはて甚くきずつけられわが心のやすからざるによりて欷歔さけべり
9 હે પ્રભુ, મારી સર્વ ઇચ્છા તમે જાણો છો અને મારો વિલાપ તમને અજાણ્યો નથી.
ああ主よわがすべての願望はなんぢの前にあり わが嘆息はなんぢに隠るることなし
10 ૧૦ મારા હૃદયના ધબકારા વધી ગયા છે, મારું બળ ઘટી ગયું છે અને મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
わが胸をどりわが力おとろへ わが眼のひかりも亦われをはなれたり
11 ૧૧ મારા રોગના ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઈ ગયા છે; મારા પડોશીઓ મારાથી દૂર ઊભા રહે છે.
わが友わが親めるものはわが痍をみて遥にたち わが隣もまた遠かりてたてり
12 ૧૨ જેઓ મારો જીવ લેવા તાકે છે તેઓ ફાંદા માંડે છે. જેઓ મને ઉપદ્રવ કરવા પ્રયાસ કરે છે તેઓ હાનિકારક વાતો બોલે છે અને આખો દિવસ કપટ ભરેલા ઇરાદા કરે છે.
わが生命をたづぬるものは羂をまうけ我をそこなはんとするものは惡言をいひ また終日たばかりを謀る
13 ૧૩ પણ હું તો બહેરા માણસની જેમ તે સાંભળતો નથી; મૂંગો માણસ પોતાનું મુખ ઉઘાડતો નથી, તેના જેવો હું છું.
然はあれどわれは聾者のごとくきかず われは口をひらかぬ唖者のごとし
14 ૧૪ જે માણસ સાંભળતો નથી અને જેના મુખમાં દલીલો નથી તેના જેવો હું છું.
如此われはきかざる人のごとく口にことあげせぬ人のごときなり
15 ૧૫ હે યહોવાહ હું નિશ્ચે તમારી રાહ જોઈશ; હે પ્રભુ, મારા ઈશ્વર, તમે મને ઉત્તર આપશો.
ヱホバよ我なんぢを俟望めり 主わが神よなんぢかならず答へたまふべければなり
16 ૧૬ મેં આ કહ્યું કે જેથી મારા શત્રુઓ મારા પર હરખાય નહિ. જો મારો પગ લપસી જાય, તો તેઓ મારી સામે વડાઈ કરે છે.
われ曩にいふ おそらくはかれらわが事によりて喜び わが足のすべらんとき我にむかひて誇りかにたかぶらんと
17 ૧૭ કેમ કે હું ઠોકર ખાઈ રહ્યો છું અને હું સતત દુઃખમાં છું.
われ仆るるばかりになりぬ わが悲哀はたえずわが前にあり
18 ૧૮ હું મારા અન્યાયને કબૂલ કરું છું; હું મારા પાપને કારણે શોક કરું છું.
そは我みづから不義をいひあらはし わが罪のためにかなしめばなり
19 ૧૯ પણ જેઓ વિનાકારણ મારા શત્રુઓ થયા છે તેઓ અતિ પ્રબળ છે; જેઓ વિનાકારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
わが仇はいきはたらきてたけく故なくして我をうらむるものおほし
20 ૨૦ તેઓ ભલાઈને બદલે ભૂંડું પાછું વાળે છે; તેઓ મારા શત્રુઓ છે, કેમ કે જે સારું છે તેને હું અનુસરું છું.
惡をもて善にむくゆるものはわれ善事にしたがふが故にわが仇となれり
21 ૨૧ હે યહોવાહ, તમે મને તજી દેશો નહિ; હે મારા ઈશ્વર, મારાથી દૂર ન થાઓ.
ヱホバよねがはくは我をはなれたたまふなかれ わが神よわれに遠かりたまふなかれ
22 ૨૨ હે પ્રભુ, મારા ઉદ્ધારક, મને સહાય કરવાને ઉતાવળ કરો.
主わがすくひよ速きたりて我をたすけたまへ

< ગીતશાસ્ત્ર 38 >