< ગીતશાસ્ત્ર 37 >
1 ૧ દાઉદનું (ગીત). દુષ્ટતા આચરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ; અન્યાય કરનારાઓની ઈર્ષ્યા કરીશ નહિ.
Af David. Græm dig ikke over Ugerningsmænd, misund ikke dem, der gør Uret!
2 ૨ કારણ કે તેઓ તો જલ્દી ઘાસની માફક કપાઈ જશે લીલા વનસ્પતિની માફક ચીમળાઈ જશે.
Thi hastigt svides de af som Græsset, visner som det friske Grønne.
3 ૩ યહોવાહ પર ભરોસો રાખ અને ભલું કર; દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ.
Stol paa HERREN og gør det gode, bo i Landet og læg Vind paa Troskab,
4 ૪ પછી તું યહોવાહમાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.
da skal du have din Fryd i HERREN, og han skal give dig, hvad dit Hjerte attraar.
5 ૫ તારા માર્ગો યહોવાહને સોંપ; તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે.
Vælt din Vej paa HERREN, stol paa ham, saa griber han ind
6 ૬ તે તારું ન્યાયીપણું અજવાળાની માફક અને તારા પ્રામાણિકપણાને બપોરની માફક તેજસ્વી કરશે.
og fører din Retfærdighed frem som Lyset, din Ret som den klare Dag.
7 ૭ યહોવાહની આગળ શાંત થા અને ધીરજથી તેમની રાહ જો. જે પોતાના માર્ગે આબાદ થાય છે અને કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.
Vær stille for HERREN og bi paa ham, græm dig ej over den, der har Held, over den, der farer med Rænker.
8 ૮ ખીજવાવાનું બંધ કર અને ગુસ્સો કરીશ નહિ. ચિંતા ન કર; તેથી દુષ્કર્મ જ નીપજે છે.
Tæm din Harme, lad Vreden fare, græm dig ikke, det volder kun Harm.
9 ૯ દુષ્કર્મીઓનો વિનાશ થશે, પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ દેશનું વતન પામશે.
Thi Ugerningsmænd skal ryddes ud, men de, der bier paa HERREN, skal arve Landet.
10 ૧૦ થોડા સમયમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના ઘરને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન મળશે નહિ.
En liden Stund, og den gudløse er ikke mere; ser du hen til hans Sted, saa er han der ikke.
11 ૧૧ પણ નમ્ર લોકો દેશનું વતન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.
Men de sagtmodige skal arve Landet, de fryder sig ved megen Fred.
12 ૧૨ દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુક્તિઓ રચે છે અને તેની સામે પોતાના દાંત પીસે છે.
Den gudløse vil den retfærdige ilde og skærer Tænder imod ham;
13 ૧૩ પ્રભુ તેની હાંસી કરશે, કેમ કે તે જુએ છે કે તેના દિવસો નજીક છે.
men Herren, han ler ad ham, thi han ser hans Time komme.
14 ૧૪ નિર્વસ્ત્ર દરિદ્રીને પાડી નાખવાને તથા યથાર્થીને મારી નાખવાને માટે દુષ્ટોએ તલવાર તાણી છે અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે.
De gudløse drager Sværdet og spænder Buen for at fælde arm og fattig, for at nedslagte dem, der vandrer ret;
15 ૧૫ તેઓની પોતાની જ તલવાર તેઓના પોતાના જ હૃદયને વીંધશે અને તેઓના ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.
men Sværdet rammer dem selv i Hjertet, og Buerne brydes sønder og sammen.
16 ૧૬ નીતિમાન લોકો પાસે જે કંઈ થોડું છે, તે ઘણા દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં ઘણું વધારે છે.
Det lidt, en retfærdig har, er bedre end mange gudløses Rigdom;
17 ૧૭ કારણ કે દુષ્ટ લોકોના હાથોની શક્તિનો નાશ કરવામાં આવશે, પણ યહોવાહ નીતિમાન લોકોની કાળજી લેશે અને તેઓને ધરી રાખશે.
thi de gudløses Arme skal brydes, men HERREN støtter de retfærdige;
18 ૧૮ યહોવાહ ન્યાયીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે અને તેઓનો વારસો સર્વ કાળ ટકી રહેશે
HERREN kender de uskyldiges Dage, deres Arvelod bliver evindelig;
19 ૧૯ જ્યારે તેઓનો સમય ખરાબ હોય છે, ત્યારે પણ તેઓ શરમાતા નથી. જ્યારે દુકાળ આવે, ત્યારે પણ તેઓ તૃપ્ત થશે.
de beskæmmes ikke i onde Tider, de mættes i Hungerens Dage.
20 ૨૦ પણ દુષ્ટો નાશ પામશે. યહોવાહના શત્રુઓ જેમ બળતણનો ધુમાડો થઈ જાય છે; તેમ નાશ પામશે.
Thi de gudløse gaar til Grunde, som Engenes Pragt er HERRENS Fjender, de svinder, de svinder som Røg.
21 ૨૧ દુષ્ટ ઉછીનું લે છે ખરો પણ પાછું આપતો નથી, પણ ન્યાયી કરુણાથી વર્તે છે અને દાન આપે છે.
Den gudløse laaner og bliver i Gælden, den retfærdige ynkes og giver;
22 ૨૨ જેઓ ઈશ્વરથી આશીર્વાદિત છે, તેઓ દેશનો વારસો પામશે, જેઓ તેમનાથી શાપિત છે તેઓનો સંપૂર્ણ વિનાશ થશે.
de, han velsigner, skal arve Landet, de, han forbander, udryddes.
23 ૨૩ માણસનો માર્ગ યહોવાહને પસંદ પડે છે અને તે ઈશ્વર તરફના તેના માર્ગો સ્થિર કરે છે.
Af HERREN stadfæstes Mandens Skridt, naar han har Behag i hans Vej;
24 ૨૪ જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ, કેમ કે યહોવાહ તેનો હાથ પકડીને તેને નિભાવશે.
om end han snubler, falder han ikke, thi HERREN støtter hans Haand.
25 ૨૫ હું જુવાન હતો અને હવે હું વૃદ્ધ થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં કદી જોયાં નથી.
Ung har jeg været, og nu er jeg gammel, men aldrig saa jeg en retfærdig forladt eller hans Afkom tigge sit Brød;
26 ૨૬ આખો દિવસ તે કરુણાથી વર્તે છે અને ઉછીનું આપે છે અને તેનાં સંતાન આશીર્વાદ પામેલા હોય છે.
han ynkes altid og laaner ud, og hans Afkom er til Velsignelse.
27 ૨૭ બુરાઈથી દૂર થા અને ભલું કર; અને સદાકાળ દેશમાં રહે.
Vig fra ondt og øv godt, saa bliver du boende evindelig;
28 ૨૮ કારણ કે યહોવાહ ન્યાયને ચાહે છે અને તે પોતાના વિશ્વાસુ ભક્તોને છોડી દેતા નથી. તે સદા તેઓનું રક્ષણ કરે છે, પણ દુષ્ટોનાં સંતાનનો વિનાશ કરશે.
thi HERREN elsker Ret og svigter ej sine fromme. De onde udslettes for evigt, de gudløses Afkom udryddes;
29 ૨૯ ન્યાયીઓ વતનનો વારસો પામશે અને તેમાં તેઓ સદાકાળ રહેશે.
de retfærdige arver Landet og skal bo der til evig Tid.
30 ૩૦ ન્યાયી પોતાને મુખે ડહાપણ ભરેલી વાત કરે છે અને તેની જીભે તે સદા ન્યાયની બાબત બોલે છે.
Den retfærdiges Mund taler Visdom; hans Tunge siger, hvad ret er;
31 ૩૧ તેના પોતાના હૃદયમાં ઈશ્વરનો નિયમ છે; તેના પગ લપસી જશે નહિ.
sin Guds Lov har han i Hjertet, ikke vakler hans Skridt.
32 ૩૨ દુષ્ટો સદા ન્યાયી માણસો પર નજર રાખે છે અને તેઓને મારી નાખવાના લાગ શોધતા ફરે છે.
Den gudløse lurer paa den retfærdige og staar ham efter Livet,
33 ૩૩ યહોવાહ ન્યાયીઓને દુષ્ટ માણસોના હાથમાં પડવા દેશે નહિ જ્યારે તેનો ન્યાય થશે, ત્યારે તે તેને દોષિત ઠરાવશે નહિ.
men HERREN giver ham ej i hans Haand og lader ham ikke dømmes for Retten.
34 ૩૪ યહોવાહની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે. જ્યારે દુષ્ટ લોકોનો નાશ થતો હશે, ત્યારે તું તે જોશે.
Bi paa HERREN og bliv paa hans Vej, saa skal han ophøje dig til at arve Landet; du skal skue de gudløses Undergang.
35 ૩૫ અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ મેં દુષ્ટને મોટા સામર્થ્યમાં ફેલાતો જોયો.
Jeg har set en gudløs trodse, bryste sig som en Libanons Ceder —
36 ૩૬ પણ જ્યારે હું ફરીથી ત્યાં થઈને પસાર થયો, ત્યારે તે ત્યાં નહોતો. મેં તેને શોધ્યો, પણ તેનો પત્તો લાગ્યો નહિ.
men se, da jeg gik der forbi, var han borte; da jeg søgte ham, fandtes han ikke.
37 ૩૭ નિર્દોષ માણસનો વિચાર કર અને જે પ્રામાણિક છે તેને જો; શાંતિપ્રિય માણસને બદલો મળશે.
Vogt paa Uskyld, læg Vind paa Oprigtighed, thi Fredens Mand har en Fremtid;
38 ૩૮ દુષ્ટો સમૂળગા વિનાશ પામશે; અંતે તેઓના વંશજોનો અંત આવશે.
men Overtræderne udryddes til Hobe, de gudløses Fremtid gaar tabt.
39 ૩૯ યહોવાહ ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે; સંકટ સમયે તે તેઓનું રક્ષણ કરે છે.
De retfærdiges Frelse kommer fra HERREN, deres Tilflugt i Nødens Stund;
40 ૪૦ યહોવાહ તેઓને મદદ કરે છે અને તેમને છોડાવે છે. તે તેઓને દુષ્ટોથી છોડાવીને બચાવે છે કેમ કે તેઓએ તેમનો આશરો લીધો છે.
HERREN hjælper og frier dem, fra de gudløse frier og frelser han dem; thi hos ham har de søgt deres Tilflugt.