< ગીતશાસ્ત્ર 36 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે. યહોવાહના સેવક દાઉદનું (ગીત). દુષ્ટનો અપરાધ મારા હૃદયમાં કહે છે કે; તેની દ્રષ્ટિમાં ઈશ્વરનો ભય છે જ નહિ.
Mai marelui muzician, un psalm al lui David, servitorul DOMNULUI. Fărădelegea celui stricat spune înăuntrul inimii mele, că nu este teamă de Dumnezeu înaintea ochilor lui.
2 ૨ કેમ કે તે પોતાના મનમાં અભિમાન કરે છે કે મારો અન્યાય પ્રગટ થશે નહિ અને મારો તિરસ્કાર થશે નહિ.
Pentru că el se flatează în propriii lui ochi, până când nelegiuirea lui se arată demnă de ură.
3 ૩ તેના શબ્દો અન્યાય તથા કપટથી ભરેલા છે; તેને જ્ઞાની થવાનું તથા ભલું કરવાનું ગમતું નથી.
Cuvintele gurii lui sunt nelegiuire și înșelătorie, el a încetat a fi înțelept și a face bine.
4 ૪ તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને યોજના ઘડે છે; તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે; તે દુષ્ટતાને નકારતો નથી.
El plănuiește ticăloșie pe patul său; se așază pe o cale care nu este bună; el nu detestă răul.
5 ૫ હે યહોવાહ, તમારી કૃપા આકાશો સુધી વિસ્તરેલી છે; તમારું વિશ્વાસપણું વાદળો સુધી વ્યાપેલું છે.
Mila ta, DOAMNE, este în ceruri; și credincioșia ta ajunge până la nori.
6 ૬ તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું અચળ છે; તમારો ન્યાય અતિ ગહન છે. હે યહોવાહ, તમે માનવજાતનું અને પશુનું રક્ષણ કરો છો.
Dreptatea ta este ca munții cei mari; judecățile tale sunt un mare adânc; DOAMNE, tu păstrezi pe om și pe animal.
7 ૭ હે ઈશ્વર, તમારી કૃપા કેવી અમૂલ્ય છે! તમારી પાંખોની છાયામાં સર્વ મનુષ્ય આશ્રય લે છે.
Cât de măreață este bunătatea ta iubitoare, Dumnezeule! De aceea copiii oamenilor se încred sub umbra aripilor tale.
8 ૮ તેઓ તમારા ઘરની સમૃદ્ધિથી પુષ્કળ તૃપ્ત થશે; તમારા આશીર્વાદોની નદીઓમાંથી તેઓ પીશે.
Ei se vor sătura din plin din grăsimea casei tale; și le dai să bea din râul desfătărilor tale.
9 ૯ કારણ કે તમારી પાસે જીવનનો ઝરો છે; અમે તમારા અજવાળામાં અજવાળું જોઈશું.
Căci la tine este fântâna vieții, în lumina ta vom vedea lumină.
10 ૧૦ જેઓ તમને ઓળખે છે, તેમના ઉપર તમારી દયા તથા જેમનાં હૃદય પવિત્ર છે, તેમની સાથે તમારું ન્યાયીપણું જારી રાખજો.
O, prelungește bunătatea ta iubitoare celor ce te cunosc și dreptatea ta celor integri în inimă.
11 ૧૧ મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ. દુષ્ટોના હાથ મને નસાડી મૂકે નહિ.
Nu lăsa piciorul mândriei să vină împotriva mea și nu lăsa mâna celor stricați să mă alunge.
12 ૧૨ દુષ્ટોનું કેવું પતન થયું છે; તેઓ એવા પડી ગયા છે કે પાછા ઊઠી શકશે નહિ.
Acolo sunt căzuți lucrătorii nelegiuirii, sunt aruncați jos și nu vor fi în stare să se ridice.