< ગીતશાસ્ત્ર 36 >

1 મુખ્ય ગવૈયાને માટે. યહોવાહના સેવક દાઉદનું (ગીત). દુષ્ટનો અપરાધ મારા હૃદયમાં કહે છે કે; તેની દ્રષ્ટિમાં ઈશ્વરનો ભય છે જ નહિ.
לַמְנַצֵּ֬חַ ׀ לְעֶֽבֶד־יְהוָ֬ה לְדָוִֽד׃ נְאֻֽם־פֶּ֣שַׁע לָ֭רָשָׁע בְּקֶ֣רֶב לִבִּ֑י אֵֽין־פַּ֥חַד אֱ֝לֹהִ֗ים לְנֶ֣גֶד עֵינָֽיו׃
2 કેમ કે તે પોતાના મનમાં અભિમાન કરે છે કે મારો અન્યાય પ્રગટ થશે નહિ અને મારો તિરસ્કાર થશે નહિ.
כִּֽי־הֶחֱלִ֣יק אֵלָ֣יו בְּעֵינָ֑יו לִמְצֹ֖א עֲוֹנ֣וֹ לִשְׂנֹֽא׃
3 તેના શબ્દો અન્યાય તથા કપટથી ભરેલા છે; તેને જ્ઞાની થવાનું તથા ભલું કરવાનું ગમતું નથી.
דִּבְרֵי־פִ֭יו אָ֣וֶן וּמִרְמָ֑ה חָדַ֖ל לְהַשְׂכִּ֣יל לְהֵיטִֽיב׃
4 તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને યોજના ઘડે છે; તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે; તે દુષ્ટતાને નકારતો નથી.
אָ֤וֶן ׀ יַחְשֹׁ֗ב עַֽל־מִשְׁכָּ֫ב֥וֹ יִ֭תְיַצֵּב עַל־דֶּ֣רֶךְ לֹא־ט֑וֹב רָ֝֗ע לֹ֣א יִמְאָֽס׃
5 હે યહોવાહ, તમારી કૃપા આકાશો સુધી વિસ્તરેલી છે; તમારું વિશ્વાસપણું વાદળો સુધી વ્યાપેલું છે.
יְ֭הוָה בְּהַשָּׁמַ֣יִם חַסְדֶּ֑ךָ אֱ֝מֽוּנָתְךָ֗ עַד־שְׁחָקִֽים׃
6 તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું અચળ છે; તમારો ન્યાય અતિ ગહન છે. હે યહોવાહ, તમે માનવજાતનું અને પશુનું રક્ષણ કરો છો.
צִדְקָֽתְךָ֨ ׀ כְּֽהַרְרֵי־אֵ֗ל מִ֭שְׁפָּטֶךָ תְּה֣וֹם רַבָּ֑ה אָ֤דָֽם־וּבְהֵמָ֖ה תוֹשִׁ֣יעַ יְהוָֽה׃
7 હે ઈશ્વર, તમારી કૃપા કેવી અમૂલ્ય છે! તમારી પાંખોની છાયામાં સર્વ મનુષ્ય આશ્રય લે છે.
מַה־יָּקָ֥ר חַסְדְּךָ֗ אֱלֹ֫הִ֥ים וּבְנֵ֥י אָדָ֑ם בְּצֵ֥ל כְּ֝נָפֶ֗יךָ יֶחֱסָיֽוּן׃
8 તેઓ તમારા ઘરની સમૃદ્ધિથી પુષ્કળ તૃપ્ત થશે; તમારા આશીર્વાદોની નદીઓમાંથી તેઓ પીશે.
יִ֭רְוְיֻן מִדֶּ֣שֶׁן בֵּיתֶ֑ךָ וְנַ֖חַל עֲדָנֶ֣יךָ תַשְׁקֵֽם׃
9 કારણ કે તમારી પાસે જીવનનો ઝરો છે; અમે તમારા અજવાળામાં અજવાળું જોઈશું.
כִּֽי־עִ֭מְּךָ מְק֣וֹר חַיִּ֑ים בְּ֝אוֹרְךָ֗ נִרְאֶה־אֽוֹר׃
10 ૧૦ જેઓ તમને ઓળખે છે, તેમના ઉપર તમારી દયા તથા જેમનાં હૃદય પવિત્ર છે, તેમની સાથે તમારું ન્યાયીપણું જારી રાખજો.
מְשֹׁ֣ךְ חַ֭סְדְּךָ לְיֹדְעֶ֑יךָ וְ֝צִדְקָֽתְךָ֗ לְיִשְׁרֵי־לֵֽב׃
11 ૧૧ મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ. દુષ્ટોના હાથ મને નસાડી મૂકે નહિ.
אַל־תְּ֭בוֹאֵנִי רֶ֣גֶל גַּאֲוָ֑ה וְיַד־רְ֝שָׁעִ֗ים אַל־תְּנִדֵֽנִי׃
12 ૧૨ દુષ્ટોનું કેવું પતન થયું છે; તેઓ એવા પડી ગયા છે કે પાછા ઊઠી શકશે નહિ.
שָׁ֣ם נָ֭פְלוּ פֹּ֣עֲלֵי אָ֑וֶן דֹּ֝ח֗וּ וְלֹא־יָ֥כְלוּ קֽוּם׃

< ગીતશાસ્ત્ર 36 >