< ગીતશાસ્ત્ર 34 >
1 ૧ દાઉદનું ગીત; તેણે અબીમેલેખની આગળ ગાંડાઈનો ઢોંગ કર્યો, અને એણે તેને કાઢી મૂકયાથી તે જતો રહ્યો, તે વખતનું. હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.
ダビデがアビメレクの前で狂ったさまをよそおい、追われて出ていったときの歌 わたしは常に主をほめまつる。そのさんびはわたしの口に絶えない。
2 ૨ હું યહોવાહની સ્તુતિ કરીશ; દિન લોકો તે સાંભળીને આનંદ કરશે.
わが魂は主によって誇る。苦しむ者はこれを聞いて喜ぶであろう。
3 ૩ મારી સાથે યહોવાહની સ્તુતિ કરો; આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.
わたしと共に主をあがめよ、われらは共にみ名をほめたたえよう。
4 ૪ મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને વિજય અપાવ્યો.
わたしが主に求めたとき、主はわたしに答え、すべての恐れからわたしを助け出された。
5 ૫ જેઓ તેમની તરફ જુએ છે, તેઓ પ્રકાશ પામશે અને તેઓનાં મુખ કદી ઝંખવાણા પડશે નહિ.
主を仰ぎ見て、光を得よ、そうすれば、あなたがたは、恥じて顔を赤くすることはない。
6 ૬ આ લાચાર માણસે પોકાર કર્યો અને યહોવાહે તે સાંભળીને તેને તેના સર્વ સંકટમાંથી બચાવ્યો.
この苦しむ者が呼ばわったとき、主は聞いて、すべての悩みから救い出された。
7 ૭ યહોવાહના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે અને તે તેમને સંકટમાંથી છોડાવે છે.
主の使は主を恐れる者のまわりに陣をしいて彼らを助けられる。
8 ૮ અનુભવ કરો અને જુઓ કે યહોવાહ કેટલા ઉત્તમ છે; જે માણસ તેમના પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.
主の恵みふかきことを味わい知れ、主に寄り頼む人はさいわいである。
9 ૯ યહોવાહના પસંદ કરાયેલા લોકો, તેમનો ભય રાખો; તેમનો ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.
主の聖徒よ、主を恐れよ、主を恐れる者には乏しいことがないからである。
10 ૧૦ સિંહનાં બચ્ચાંને તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે; પણ જેઓ યહોવાહને શોધે છે તેઓને કોઈપણ સારા વાનાની ખોટ પડશે નહિ.
若きししは乏しくなって飢えることがある。しかし主を求める者は良き物に欠けることはない。
11 ૧૧ આવો, મારાં બાળકો, મારું સાંભળો; હું તમને યહોવાહનો ભય રાખતાં શીખવીશ.
子らよ、来てわたしに聞け、わたしは主を恐るべきことをあなたがたに教えよう。
12 ૧૨ કયો માણસ લાંબી જિંદગી ઇચ્છે છે? અને શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે?
さいわいを見ようとして、いのちを慕い、ながらえることを好む人はだれか。
13 ૧૩ તો દુષ્ટ બોલવાથી તારી જીભને અને જૂઠું બોલવાથી તારા હોઠોને અટકાવ.
あなたの舌をおさえて悪を言わせず、あなたのくちびるをおさえて偽りを言わすな。
14 ૧૪ દુષ્ટતાથી દૂર રહે અને ભલું કર; શાંતિ શોધ અને તેની પાછળ લાગ.
悪を離れて善をおこない、やわらぎを求めて、これを努めよ。
15 ૧૫ યહોવાહની દ્રષ્ટિ ન્યાયી પર છે અને તેઓના પોકાર પ્રત્યે તેમના કાન ઉઘાડા છે.
主の目は正しい人をかえりみ、その耳は彼らの叫びに傾く。
16 ૧૬ જેઓ દુષ્ટતા કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને માટે યહોવાહનું મુખ તેઓની વિરુદ્ધ છે.
主のみ顔は悪を行う者にむかい、その記憶を地から断ち滅ぼされる。
17 ૧૭ ન્યાયીઓ પોકાર કરશે અને યહોવાહ તેઓનું સાંભળશે અને તેઓના સર્વ સંકટમાંથી તેઓને છોડાવશે.
正しい者が助けを叫び求めるとき、主は聞いて、彼らをそのすべての悩みから助け出される。
18 ૧૮ જેમનાં હૃદય ભાંગી ગયાં છે, તેમની પાસે યહોવાહ છે અને નમ્ર આત્માવાળાને તે બચાવે છે.
主は心の砕けた者に近く、たましいの悔いくずおれた者を救われる。
19 ૧૯ ન્યાયી માણસના જીવનમાં ઘણા દુ: ખો આવે છે, પણ યહોવાહ તેને તે સર્વમાંથી વિજય અપાવે છે.
正しい者には災が多い。しかし、主はすべてその中から彼を助け出される。
20 ૨૦ તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
主は彼の骨をことごとく守られる。その一つだに折られることはない。
21 ૨૧ દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે; જેઓ ન્યાયીઓને ધિક્કારે છે તેઓ દોષિત ઠરશે.
悪は悪しき者を殺す。正しい者を憎む者は罪に定められる。
22 ૨૨ યહોવાહ પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; તેઓના પર ભરોસો રાખનારાઓમાંથી એકપણ દોષિત ઠરશે નહિ.
主はそのしもべらの命をあがなわれる。主に寄り頼む者はひとりだに罪に定められることはない。