< ગીતશાસ્ત્ર 34 >

1 દાઉદનું ગીત; તેણે અબીમેલેખની આગળ ગાંડાઈનો ઢોંગ કર્યો, અને એણે તેને કાઢી મૂકયાથી તે જતો રહ્યો, તે વખતનું. હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.
Di Davide, quando si finse pazzo in presenza di Abimelech e, da lui scacciato, se ne andò. Benedirò il Signore in ogni tempo, sulla mia bocca sempre la sua lode.
2 હું યહોવાહની સ્તુતિ કરીશ; દિન લોકો તે સાંભળીને આનંદ કરશે.
Io mi glorio nel Signore, ascoltino gli umili e si rallegrino.
3 મારી સાથે યહોવાહની સ્તુતિ કરો; આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.
Celebrate con me il Signore, esaltiamo insieme il suo nome.
4 મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને વિજય અપાવ્યો.
Ho cercato il Signore e mi ha risposto e da ogni timore mi ha liberato.
5 જેઓ તેમની તરફ જુએ છે, તેઓ પ્રકાશ પામશે અને તેઓનાં મુખ કદી ઝંખવાણા પડશે નહિ.
Guardate a lui e sarete raggianti, non saranno confusi i vostri volti.
6 આ લાચાર માણસે પોકાર કર્યો અને યહોવાહે તે સાંભળીને તેને તેના સર્વ સંકટમાંથી બચાવ્યો.
Questo povero grida e il Signore lo ascolta, lo libera da tutte le sue angosce.
7 યહોવાહના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે અને તે તેમને સંકટમાંથી છોડાવે છે.
L'angelo del Signore si accampa attorno a quelli che lo temono e li salva.
8 અનુભવ કરો અને જુઓ કે યહોવાહ કેટલા ઉત્તમ છે; જે માણસ તેમના પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.
Gustate e vedete quanto è buono il Signore; beato l'uomo che in lui si rifugia.
9 યહોવાહના પસંદ કરાયેલા લોકો, તેમનો ભય રાખો; તેમનો ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.
Temete il Signore, suoi santi, nulla manca a coloro che lo temono.
10 ૧૦ સિંહનાં બચ્ચાંને તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે; પણ જેઓ યહોવાહને શોધે છે તેઓને કોઈપણ સારા વાનાની ખોટ પડશે નહિ.
I ricchi impoveriscono e hanno fame, ma chi cerca il Signore non manca di nulla.
11 ૧૧ આવો, મારાં બાળકો, મારું સાંભળો; હું તમને યહોવાહનો ભય રાખતાં શીખવીશ.
Venite, figli, ascoltatemi; v'insegnerò il timore del Signore.
12 ૧૨ કયો માણસ લાંબી જિંદગી ઇચ્છે છે? અને શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે?
C'è qualcuno che desidera la vita e brama lunghi giorni per gustare il bene?
13 ૧૩ તો દુષ્ટ બોલવાથી તારી જીભને અને જૂઠું બોલવાથી તારા હોઠોને અટકાવ.
Preserva la lingua dal male, le labbra da parole bugiarde.
14 ૧૪ દુષ્ટતાથી દૂર રહે અને ભલું કર; શાંતિ શોધ અને તેની પાછળ લાગ.
Stà lontano dal male e fà il bene, cerca la pace e perseguila.
15 ૧૫ યહોવાહની દ્રષ્ટિ ન્યાયી પર છે અને તેઓના પોકાર પ્રત્યે તેમના કાન ઉઘાડા છે.
Gli occhi del Signore sui giusti, i suoi orecchi al loro grido di aiuto.
16 ૧૬ જેઓ દુષ્ટતા કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને માટે યહોવાહનું મુખ તેઓની વિરુદ્ધ છે.
Il volto del Signore contro i malfattori, per cancellarne dalla terra il ricordo.
17 ૧૭ ન્યાયીઓ પોકાર કરશે અને યહોવાહ તેઓનું સાંભળશે અને તેઓના સર્વ સંકટમાંથી તેઓને છોડાવશે.
Gridano e il Signore li ascolta, li salva da tutte le loro angosce.
18 ૧૮ જેમનાં હૃદય ભાંગી ગયાં છે, તેમની પાસે યહોવાહ છે અને નમ્ર આત્માવાળાને તે બચાવે છે.
Il Signore è vicino a chi ha il cuore ferito, egli salva gli spiriti affranti.
19 ૧૯ ન્યાયી માણસના જીવનમાં ઘણા દુ: ખો આવે છે, પણ યહોવાહ તેને તે સર્વમાંથી વિજય અપાવે છે.
Molte sono le sventure del giusto, ma lo libera da tutte il Signore.
20 ૨૦ તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
Preserva tutte le sue ossa, neppure uno sarà spezzato.
21 ૨૧ દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે; જેઓ ન્યાયીઓને ધિક્કારે છે તેઓ દોષિત ઠરશે.
La malizia uccide l'empio e chi odia il giusto sarà punito.
22 ૨૨ યહોવાહ પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; તેઓના પર ભરોસો રાખનારાઓમાંથી એકપણ દોષિત ઠરશે નહિ.
Il Signore riscatta la vita dei suoi servi, chi in lui si rifugia non sarà condannato.

< ગીતશાસ્ત્ર 34 >