< ગીતશાસ્ત્ર 32 >

1 દાઉદનું (ગીત). માસ્કીલ. જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે, તે આશીર્વાદિત છે.
Of David. Maschil. Happy is he who has forgiveness for his wrongdoing, and whose sin is covered.
2 જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે આશીર્વાદિત છે.
Happy is the man in whom the Lord sees no evil, and in whose spirit there is no deceit.
3 જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં.
When I kept my mouth shut, my bones were wasted, because of my crying all through the day.
4 કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો. જેમ ઉનાળાંની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. (સેલાહ)
For the weight of your hand was on me day and night; my body became dry like the earth in summer. (Selah)
5 મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. મેં કહ્યું, “હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ.” અને તમે મારાં પાપોની ક્ષમા આપી. (સેલાહ)
I made my wrongdoing clear to you, and did not keep back my sin. I said, I will put it all before the Lord; and you took away my wrongdoing and my sin. (Selah)
6 તે માટે જરૂરના સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે. પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ.
For this cause let every saint make his prayer to you at a time when you are near: then the overflowing of the great waters will not overtake him.
7 તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો. તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો. (સેલાહ)
You are my safe and secret place; you will keep me from trouble; you will put songs of salvation on the lips of those who are round me. (Selah)
8 કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ.
I will give you knowledge, teaching you the way to go; my eye will be your guide.
9 ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે, નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા.
Do not be like the horse or the ass, without sense; ...
10 ૧૦ દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે.
The sinner will be full of trouble; but mercy will be round the man who has faith in the Lord.
11 ૧૧ હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ; હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો.
Be glad in the Lord with joy, you upright men; give cries of joy, all you whose hearts are true.

< ગીતશાસ્ત્ર 32 >