< ગીતશાસ્ત્ર 32 >
1 ૧ દાઉદનું (ગીત). માસ્કીલ. જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે, તે આશીર્વાદિત છે.
大卫的训诲诗。 得赦免其过、遮盖其罪的, 这人是有福的!
2 ૨ જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે આશીર્વાદિત છે.
凡心里没有诡诈、耶和华不算为有罪的, 这人是有福的!
3 ૩ જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં.
我闭口不认罪的时候, 因终日唉哼而骨头枯干。
4 ૪ કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો. જેમ ઉનાળાંની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. (સેલાહ)
黑夜白日,你的手在我身上沉重; 我的精液耗尽,如同夏天的干旱。 (细拉)
5 ૫ મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. મેં કહ્યું, “હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ.” અને તમે મારાં પાપોની ક્ષમા આપી. (સેલાહ)
我向你陈明我的罪, 不隐瞒我的恶。 我说:我要向耶和华承认我的过犯, 你就赦免我的罪恶。 (细拉)
6 ૬ તે માટે જરૂરના સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે. પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ.
为此,凡虔诚人都当趁你可寻找的时候祷告你; 大水泛溢的时候,必不能到他那里。
7 ૭ તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો. તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો. (સેલાહ)
你是我藏身之处; 你必保佑我脱离苦难, 以得救的乐歌四面环绕我。 (细拉)
8 ૮ કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ.
我要教导你,指示你当行的路; 我要定睛在你身上劝戒你。
9 ૯ ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે, નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા.
你不可像那无知的骡马, 必用嚼环辔头勒住它; 不然,就不能驯服。
10 ૧૦ દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે.
恶人必多受苦楚; 惟独倚靠耶和华的必有慈爱四面环绕他。
11 ૧૧ હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ; હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો.
你们义人应当靠耶和华欢喜快乐; 你们心里正直的人都当欢呼。