< ગીતશાસ્ત્ર 31 >

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવાહ, હું તમારા ઉપર આધાર રાખું છું; મારી જરા પણ બદનામી થવા દેતા નહિ. તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો.
לַמְנַצֵּחַ מִזְמוֹר לְדָוִֽד׃ בְּךָֽ־יְהֹוָה חָסִיתִי אַל־אֵבוֹשָׁה לְעוֹלָם בְּצִדְקָתְךָ פַלְּטֵֽנִי׃
2 મારું સાંભળો; ઉતાવળથી મને છોડાવો; તમે મારે માટે મજબૂત ગઢ તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ.
הַטֵּה אֵלַי ׀ אׇזְנְךָ מְהֵרָה הַצִּילֵנִי הֱיֵה לִי ׀ לְֽצוּר־מָעוֹז לְבֵית מְצוּדוֹת לְהוֹשִׁיעֵֽנִי׃
3 કેમ કે તમે મારા ખડક અને કિલ્લો છો; માટે તમારા નામની ખાતર મને દોરવણી આપો અને મને ચલાવો.
כִּֽי־סַלְעִי וּמְצֽוּדָתִי אָתָּה וּלְמַעַן שִׁמְךָ תַּֽנְחֵנִי וּֽתְנַהֲלֵֽנִי׃
4 મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો, કારણ કે તમે મારો આશ્રય છો.
תּוֹצִיאֵנִי מֵרֶשֶׁת זוּ טָמְנוּ לִי כִּי־אַתָּה מָעוּזִּֽי׃
5 હું મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું; હે યહોવાહ, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે.
בְּיָדְךָ אַפְקִיד רוּחִי פָּדִיתָ אוֹתִי יְהֹוָה אֵל אֱמֶֽת׃
6 જુઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, પણ હું યહોવાહ પર ભરોસો રાખું છું.
שָׂנֵאתִי הַשֹּׁמְרִים הַבְלֵי־שָׁוְא וַאֲנִי אֶל־יְהֹוָה בָּטָֽחְתִּי׃
7 હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ, કેમ કે તમે મારું દુ: ખ જોયું છે; તમે મારા આત્માની વિપત્તિઓ જાણી છે.
אָגִילָה וְאֶשְׂמְחָה בְּחַסְדֶּךָ אֲשֶׁר רָאִיתָ אֶת־עׇנְיִי יָדַעְתָּ בְּצָרוֹת נַפְשִֽׁי׃
8 તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી. તમે મારા પગ વિશાળ જગ્યા પર સ્થિર કર્યા છે.
וְלֹא הִסְגַּרְתַּנִי בְּיַד־אוֹיֵב הֶעֱמַדְתָּ בַמֶּרְחָב רַגְלָֽי׃
9 હે યહોવાહ, મારા પર દયા કરો, કેમ કે હું સંકટમાં છું; ખેદથી મારી આંખ, મારો પ્રાણ તથા મારું શરીર ક્ષીણ થાય છે.
חׇנֵּנִי יְהֹוָה כִּי צַר ־ לִי עָשְׁשָׁה בְכַעַס עֵינִי נַפְשִׁי וּבִטְנִֽי׃
10 ૧૦ કેમ કે સંતાપથી મારી જિંદગી અને નિસાસાથી મારાં વર્ષો વહી જાય છે. મારા ત્રાસના કારણે મારું બળ ઘટે છે અને મારાં હાડકાં ક્ષીણ થાય છે.
כִּי כָלוּ בְיָגוֹן חַיַּי וּשְׁנוֹתַי בַּאֲנָחָה כָּשַׁל בַּעֲוֺנִי כֹחִי וַעֲצָמַי עָשֵֽׁשׁוּ׃
11 ૧૧ મારા સર્વ દુશ્મનોને લીધે લોકો મને મહેણાં મારે છે; મારા પડોશીઓ તો મારી અતિશય નિંદા કરે છે અને મારા ઓળખીતાઓને મારો ભય લાગે છે. જે કોઈ મને મહોલ્લાઓમાં જુએ છે, તે જોતાંની સાથે જ મારી પાસેથી નાસી જાય છે.
מִכׇּל־צֹרְרַי הָיִיתִי חֶרְפָּה וְלִשְׁכֵנַי ׀ מְאֹד וּפַחַד לִֽמְיֻדָּעָי רֹאַי בַּחוּץ נָדְדוּ מִמֶּֽנִּי׃
12 ૧૨ મૃત્યુ પામેલા મનુષ્યની જેમ હું વિસરાઈ ગયો છું, જેના વિષે કોઈ વિચારતું પણ નથી. હું તૂટી ગયેલા વાસણ જેવો છું.
נִשְׁכַּחְתִּי כְּמֵת מִלֵּב הָיִיתִי כִּכְלִי אֹבֵֽד׃
13 ૧૩ કેમ કે મેં ઘણાંને તેઓને મુખે મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે, ચારે બાજુ ધાસ્તી છે તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ કાવતરાં ઘડે છે. તેઓ મારો જીવ લેવાની યોજનાઓ ઘડે છે.
כִּי שָׁמַעְתִּי ׀ דִּבַּת רַבִּים מָגוֹר מִסָּבִיב בְּהִוָּסְדָם יַחַד עָלַי לָקַחַת נַפְשִׁי זָמָֽמוּ׃
14 ૧૪ પણ, હે યહોવાહ, હું તમારા પર ભરોસો રાખું છું; મેં કહ્યું, “તમે મારા ઈશ્વર છો.”
וַאֲנִי ׀ עָלֶיךָ בָטַחְתִּי יְהֹוָה אָמַרְתִּי אֱלֹהַי אָֽתָּה׃
15 ૧૫ મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી તથા જેઓ મારો પીછો કરી રહ્યા છે તેઓનાથી મને બચાવો.
בְּיָדְךָ עִתֹּתָי הַצִּילֵנִי מִיַּד־אוֹיְבַי וּמֵֽרֹדְפָֽי׃
16 ૧૬ તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ પાડો; તમારી કૃપાથી મને બચાવો.
הָאִירָה פָנֶיךָ עַל־עַבְדֶּךָ הוֹשִׁיעֵנִי בְחַסְדֶּֽךָ׃
17 ૧૭ હે યહોવાહ, મારી બદનામી થવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતિ કરી છે! દુષ્ટો લજ્જિત થાઓ! તેઓ ચૂપચાપ શેઓલમાં પડી રહો. (Sheol h7585)
יְֽהֹוָה אַל־אֵבוֹשָׁה כִּי קְרָאתִיךָ יֵבֹשׁוּ רְשָׁעִים יִדְּמוּ לִשְׁאֽוֹל׃ (Sheol h7585)
18 ૧૮ જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી તથા તિરસ્કારથી અભિમાની વાત બોલે છે તે મૂંગા થાઓ.
תֵּאָלַמְנָה שִׂפְתֵי ־ שָׁקֶר הַדֹּבְרוֹת עַל־צַדִּיק עָתָק בְּגַאֲוָה וָבֽוּז׃
19 ૧૯ જે ઉદારતા તમારા ભક્તોને માટે તમે રાખી મૂકી છે, તથા તમારા પર ભરોસો રાખનારને માટે મનુષ્યોની આગળ તમે દર્શાવી છે, તે કેટલી મોટી છે!
מָה רַֽב־טוּבְךָ אֲשֶׁר־צָפַנְתָּ לִּירֵאֶיךָ פָּעַלְתָּ לַחֹסִים בָּךְ נֶגֶד בְּנֵי אָדָֽם׃
20 ૨૦ તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો અને તેઓનાં કાવતરાં વિરુદ્ધ રક્ષણ કરશો. તમે તમારા નિવાસસ્થાનમાં તેઓને સુરક્ષિત રાખશો અને તેઓને અનિષ્ટ જીભોથી બચાવશો.
תַּסְתִּירֵם ׀ בְּסֵתֶר פָּנֶיךָ מֵרֻכְסֵי ־ אִישׁ תִּצְפְּנֵם בְּסֻכָּה מֵרִיב לְשֹׁנֽוֹת׃
21 ૨૧ યહોવાહની સ્તુતિ થાઓ, કેમ કે તેમણે મારા પર અસીમ વિશ્વાસુપણું દર્શાવ્યુ છે. જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે તેમણે મારા પર અદ્દભુત દયા કરી.
בָּרוּךְ יְהֹוָה כִּי הִפְלִיא חַסְדּוֹ לִי בְּעִיר מָצֽוֹר׃
22 ૨૨ અધીરતાથી મેં કહી દીધું હતું કે, “તમે તમારી દ્રષ્ટિ આગળથી મને દૂર કર્યો છે,” તોપણ મેં જ્યારે તમને મદદને માટે વિનંતી કરી, ત્યારે તમે મારું સાંભળ્યું.
וַאֲנִי ׀ אָמַרְתִּי בְחׇפְזִי נִגְרַזְתִּי מִנֶּגֶד עֵינֶיךָ אָכֵן שָׁמַעְתָּ קוֹל תַּחֲנוּנַי בְּשַׁוְּעִי אֵלֶֽיךָ׃
23 ૨૩ હે યહોવાહના સર્વ ભક્તો, તમે તેમના પર પ્રેમ રાખો. યહોવાહ વિશ્વાસીઓની રક્ષા કરે છે, પણ અભિમાનીને પુષ્કળ બદલો આપે છે.
אֶהֱבוּ אֶֽת־יְהֹוָה כׇּֽל־חֲסִידָיו אֱמוּנִים נֹצֵר יְהֹוָה וּמְשַׁלֵּם עַל־יֶתֶר עֹשֵׂה גַאֲוָֽה׃
24 ૨૪ જે સર્વ યહોવાહ પર મદદને માટે ભરોસો રાખે છે, તે બળવાન તથા હિંમતવાન થાઓ.
חִזְקוּ וְיַאֲמֵץ לְבַבְכֶם כׇּל־הַמְיַחֲלִים לַֽיהֹוָֽה׃

< ગીતશાસ્ત્ર 31 >