< ગીતશાસ્ત્ર 31 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવાહ, હું તમારા ઉપર આધાર રાખું છું; મારી જરા પણ બદનામી થવા દેતા નહિ. તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો.
For the leader. A psalm of David. In you, O Lord, I take refuge; let me never be put to shame. Rescue me in your faithfulness;
2 ૨ મારું સાંભળો; ઉતાવળથી મને છોડાવો; તમે મારે માટે મજબૂત ગઢ તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ.
incline to me your ear. Deliver me speedily. Be to me a rock of defence, a fortified house, to save me.
3 ૩ કેમ કે તમે મારા ખડક અને કિલ્લો છો; માટે તમારા નામની ખાતર મને દોરવણી આપો અને મને ચલાવો.
For my rock and my fortress are you; lead me and guide me so your name will be honoured.
4 ૪ મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો, કારણ કે તમે મારો આશ્રય છો.
Draw me out of the net they have hid for me, for you yourself are my refuge.
5 ૫ હું મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું; હે યહોવાહ, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે.
Into your hand I commend my spirit: you ransom me, Lord, faithful God.
6 ૬ જુઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, પણ હું યહોવાહ પર ભરોસો રાખું છું.
I hate those devoted to worthless idols; I trust in the Lord.
7 ૭ હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ, કેમ કે તમે મારું દુ: ખ જોયું છે; તમે મારા આત્માની વિપત્તિઓ જાણી છે.
I will rejoice and be glad in your love, because you have looked on my misery, and cared for me in my distress.
8 ૮ તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી. તમે મારા પગ વિશાળ જગ્યા પર સ્થિર કર્યા છે.
You have not given me into the enemy’s hand, you have set my feet in a spacious place.
9 ૯ હે યહોવાહ, મારા પર દયા કરો, કેમ કે હું સંકટમાં છું; ખેદથી મારી આંખ, મારો પ્રાણ તથા મારું શરીર ક્ષીણ થાય છે.
Be gracious to me, Lord, for I am distressed; my eye is wasted away with sorrow.
10 ૧૦ કેમ કે સંતાપથી મારી જિંદગી અને નિસાસાથી મારાં વર્ષો વહી જાય છે. મારા ત્રાસના કારણે મારું બળ ઘટે છે અને મારાં હાડકાં ક્ષીણ થાય છે.
For my life is consumed with grief, and my years with sighing. My strength is broken with misery, my bones waste away.
11 ૧૧ મારા સર્વ દુશ્મનોને લીધે લોકો મને મહેણાં મારે છે; મારા પડોશીઓ તો મારી અતિશય નિંદા કરે છે અને મારા ઓળખીતાઓને મારો ભય લાગે છે. જે કોઈ મને મહોલ્લાઓમાં જુએ છે, તે જોતાંની સાથે જ મારી પાસેથી નાસી જાય છે.
The scorn of all my foes, the butt of my neighbours am I, a terror to my acquaintance. At the sight of me in the street people turn quickly away.
12 ૧૨ મૃત્યુ પામેલા મનુષ્યની જેમ હું વિસરાઈ ગયો છું, જેના વિષે કોઈ વિચારતું પણ નથી. હું તૂટી ગયેલા વાસણ જેવો છું.
I am clean forgotten like the dead, am become like a ruined vessel.
13 ૧૩ કેમ કે મેં ઘણાંને તેઓને મુખે મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે, ચારે બાજુ ધાસ્તી છે તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ કાવતરાં ઘડે છે. તેઓ મારો જીવ લેવાની યોજનાઓ ઘડે છે.
I hear the whispers of many – terror on every side – scheming together against me, plotting to take my life.
14 ૧૪ પણ, હે યહોવાહ, હું તમારા પર ભરોસો રાખું છું; મેં કહ્યું, “તમે મારા ઈશ્વર છો.”
But my trust is in you, Lord. ‘You are my God,’ I say;
15 ૧૫ મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી તથા જેઓ મારો પીછો કરી રહ્યા છે તેઓનાથી મને બચાવો.
my times are in your hand, save me from the hand of the foes who pursue me.
16 ૧૬ તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ પાડો; તમારી કૃપાથી મને બચાવો.
Make your face to shine on your servant, save me in your love.
17 ૧૭ હે યહોવાહ, મારી બદનામી થવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતિ કરી છે! દુષ્ટો લજ્જિત થાઓ! તેઓ ચૂપચાપ શેઓલમાં પડી રહો. (Sheol )
Put me not, O Lord, to shame, for I have called upon you. Let the wicked be put to shame silent in Sheol. (Sheol )
18 ૧૮ જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી તથા તિરસ્કારથી અભિમાની વાત બોલે છે તે મૂંગા થાઓ.
Strike the false lips dumb, that speak proudly against the righteous with haughtiness and contempt.
19 ૧૯ જે ઉદારતા તમારા ભક્તોને માટે તમે રાખી મૂકી છે, તથા તમારા પર ભરોસો રાખનારને માટે મનુષ્યોની આગળ તમે દર્શાવી છે, તે કેટલી મોટી છે!
How great is the goodness you have treasured for those who fear you, and wrought for those who take refuge in you, in plain sight of all!
20 ૨૦ તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો અને તેઓનાં કાવતરાં વિરુદ્ધ રક્ષણ કરશો. તમે તમારા નિવાસસ્થાનમાં તેઓને સુરક્ષિત રાખશો અને તેઓને અનિષ્ટ જીભોથી બચાવશો.
In your sheltering wings you hide them from plottings of people, you keep them safe in a bower from the chiding of tongues.
21 ૨૧ યહોવાહની સ્તુતિ થાઓ, કેમ કે તેમણે મારા પર અસીમ વિશ્વાસુપણું દર્શાવ્યુ છે. જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે તેમણે મારા પર અદ્દભુત દયા કરી.
Blest be the Lord for the wonderful love he has shown me in time of distress.
22 ૨૨ અધીરતાથી મેં કહી દીધું હતું કે, “તમે તમારી દ્રષ્ટિ આગળથી મને દૂર કર્યો છે,” તોપણ મેં જ્યારે તમને મદદને માટે વિનંતી કરી, ત્યારે તમે મારું સાંભળ્યું.
For I had said in panic, ‘I am driven clean out of your sight.’ But you heard my plea, when I cried to you for help.
23 ૨૩ હે યહોવાહના સર્વ ભક્તો, તમે તેમના પર પ્રેમ રાખો. યહોવાહ વિશ્વાસીઓની રક્ષા કરે છે, પણ અભિમાનીને પુષ્કળ બદલો આપે છે.
Love the Lord, all you faithful; the Lord protects the loyal, but repays the haughty in full.
24 ૨૪ જે સર્વ યહોવાહ પર મદદને માટે ભરોસો રાખે છે, તે બળવાન તથા હિંમતવાન થાઓ.
Let your hearts be courageous and strong, all you who wait on the Lord.