< ગીતશાસ્ત્ર 3 >
1 ૧ પોતાના દીકરા આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત. હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે.
A Psalm of David, when he fled from his son Absalom. O LORD, how my foes have increased! How many rise up against me!
2 ૨ ઘણા મારા વિષે કહે છે, “ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ.” (સેલાહ)
Many say of me, “God will not deliver him.”
3 ૩ પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો, તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.
But You, O LORD, are a shield around me, my glory, and the One who lifts my head.
4 ૪ હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. (સેલાહ)
To the LORD I cry aloud, and He answers me from His holy mountain.
5 ૫ હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે.
I lie down and sleep; I wake again, for the LORD sustains me.
6 ૬ જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે તેઓથી હું બીશ નહિ.
I will not fear the myriads set against me on every side.
7 ૭ હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો! કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે.
Arise, O LORD! Save me, O my God! Strike all my enemies on the jaw; break the teeth of the wicked.
8 ૮ વિજય યહોવાહ પાસેથી મળે છે. તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. (સેલાહ)
Salvation belongs to the LORD; may Your blessing be on Your people.