< ગીતશાસ્ત્ર 3 >

1 પોતાના દીકરા આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત. હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે.
大卫逃避他儿子押沙龙的时候作的诗。 耶和华啊,我的敌人何其加增; 有许多人起来攻击我。
2 ઘણા મારા વિષે કહે છે, “ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ.” (સેલાહ)
有许多人议论我说: 他得不着 神的帮助。 (细拉)
3 પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો, તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.
但你—耶和华是我四围的盾牌, 是我的荣耀,又是叫我抬起头来的。
4 હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. (સેલાહ)
我用我的声音求告耶和华, 他就从他的圣山上应允我。 (细拉)
5 હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે.
我躺下睡觉,我醒着, 耶和华都保佑我。
6 જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે તેઓથી હું બીશ નહિ.
虽有成万的百姓来周围攻击我, 我也不怕。
7 હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો! કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે.
耶和华啊,求你起来! 我的 神啊,求你救我! 因为你打了我一切仇敌的腮骨, 敲碎了恶人的牙齿。
8 વિજય યહોવાહ પાસેથી મળે છે. તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. (સેલાહ)
救恩属乎耶和华; 愿你赐福给你的百姓。 (细拉)

< ગીતશાસ્ત્ર 3 >