< ગીતશાસ્ત્ર 29 >
1 ૧ દાઉદનું ગીત. હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો; ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
Davut'un mezmuru Ey ilahi varlıklar, RAB'bi övün, RAB'bin gücünü, yüceliğini övün,
2 ૨ યહોવાહના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો.
RAB'bin görkemini adına yaraşır biçimde övün, Kutsal giysiler içinde RAB'be tapının!
3 ૩ યહોવાહનો સાદ સાગરો પર ગાજે છે; ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે.
RAB'bin sesi sulara hükmediyor, Yüce Tanrı gürlüyor, RAB engin sulara hükmediyor.
4 ૪ યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.
RAB'bin sesi güçlüdür, RAB'bin sesi görkemlidir.
5 ૫ યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
RAB'bin sesi sedir ağaçlarını kırar, Lübnan sedirlerini parçalar.
6 ૬ તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સીર્યોનને કુદાવે છે.
Lübnan'ı buzağı gibi, Siryon Dağı'nı yabanıl öküz yavrusu gibi sıçratır.
7 ૭ યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે.
RAB'bin sesi şimşek gibi çakar,
8 ૮ યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે.
RAB'bin sesi çölü titretir, RAB Kadeş Çölü'nü sarsar.
9 ૯ યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે; ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!”
RAB'bin sesi geyikleri doğurtur, Ormanları çıplak bırakır. O'nun tapınağında herkes “Yücesin!” diye haykırır.
10 ૧૦ યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
RAB tufan üstünde taht kurdu, O sonsuza dek kral kalacak.
11 ૧૧ યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.
RAB halkına güç verir, Halkını esenlikle kutsar!