< ગીતશાસ્ત્ર 29 >

1 દાઉદનું ગીત. હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો; ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
(En salme af David.) Giver HERREN, I Guds Sønner, giver Herren Ære og Pris,
2 યહોવાહના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો.
giver HERREN hans Navns Ære; tilbed HERREN i helligt Skrud!
3 યહોવાહનો સાદ સાગરો પર ગાજે છે; ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે.
HERRENs Røst er over Vandene, Ærens Gud lader Tordenen rulle, HERREN, over de vældige Vande!
4 યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.
HERRENs Røst med Vælde, HERRENs Røst i Højhed,
5 યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
HERRENs Røst, den splintrer Cedre, HERREN splintrer Libanons Cedre,
6 તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સીર્યોનને કુદાવે છે.
får Libanon til at springe som en Kalv og Sirjon som den vilde Okse!
7 યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે.
HERRENs Røst udslynger Luer.
8 યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે.
HERRENs Røst får Ørk til at skælve, HERREN får Kadesj's Ørk til at skælve!
9 યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે; ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!”
HERRENs Røst får Hind til at føde, og den gør lyst i Skoven. Alt i hans Helligdom råber: "Ære!"
10 ૧૦ યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
HERREN tog Sæde og sendte Vandfloden, HERREN tog Sæde som Konge for evigt.
11 ૧૧ યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.
HERREN give Kraft til sit Folk, HERREN velsigne sit Folk med Fred!

< ગીતશાસ્ત્ર 29 >