< ગીતશાસ્ત્ર 26 >

1 દાઉદનું (ગીત). હે યહોવાહ, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે ચાલ્યો છું; મેં યહોવાહ પર ભરોસો રાખ્યો છે અને હું ડગ્યો નથી.
Dawid dwom. Bu me bem, Ao Awurade, ɛfiri sɛ, mabɔ bra a asɛm nni ho: mede me ho too Awurade so na manhinhim.
2 હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો; મારા અંત: કરણની તથા મારા હૃદયની શુદ્ધતાની કસોટી કરો!
Sɔ me hwɛ, Ao Awurade, hwehwɛ mʼakoma ne mʼadwene mu.
3 કારણ કે તમારી કૃપા હું નજરે નિહાળું છું અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું.
Wʼadɔeɛ wɔ mʼanim daa na mɛnante wo nokorɛ mu.
4 મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી હું ક્યારેય કપટીઓની સાથે જોડાયો નથી.
Me ne nnaadaafoɔ ntena na me ne nyaatwomfoɔ nso nni hwee yɛ.
5 હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું અને હું તેઓની સાથે બેસીશ નહિ.
Mekyiri nnebɔneyɛfoɔ dwabɔ na mempɛ sɛ me ne amumuyɛfoɔ tena.
6 હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ અને હે યહોવાહ, એ જ પ્રમાણે હું વેદીની પ્રદક્ષિણા કરીશ.
Mehohoro me nsa wɔ bembuo mu, na makɔ wʼafɔrebukyia ho ahyia, Ao Awurade,
7 જેથી હું આભારસ્તુતિનાં ગીત ગાઉં અને તમારાં સર્વ ચમત્કારી કામો પ્રગટ કરું.
na mepae mu ka wʼayɛyie na meka wʼanwanwadeɛ nyinaa.
8 હે યહોવાહ, તમે જે ઘરમાં રહો છો તે અને તે જગ્યા કે જ્યાં તમારું ગૌરવ છે, તે મને પ્રિય છે.
Mʼani gye efie a wote mu ho, Ao Awurade, baabi a wʼanimuonyam wɔ no.
9 પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ ઘાતકી માણસોની સાથે મને મારી નાખશો નહિ.
Mfa me kra nka nnebɔneyɛfoɔ deɛ ho nkɔ. Mfa me nkwa nka mogyapɛfoɔ deɛ ho,
10 ૧૦ તેઓને હાથે ઉપદ્રવ થાય છે અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે.
wɔn a amumuyɛ nhyehyɛeɛ wɔ wɔn nsam na adanmudeɛ ayɛ wɔn nsa nifa ma.
11 ૧૧ પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ; મારા પર દયા કરીને મને છોડાવો.
Nanso mebɔ ɔbra a ɛho teɛ. Hu me mmɔbɔ na gye me nkwa.
12 ૧૨ મારો પગ મેં સપાટ જગ્યા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાહની સ્તુતિ કરીશ.
Me nan sisi asase tamaa so; na dwabɔ akɛseɛ ase na mɛkamfo Awurade.

< ગીતશાસ્ત્ર 26 >