< ગીતશાસ્ત્ર 26 >
1 ૧ દાઉદનું (ગીત). હે યહોવાહ, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે ચાલ્યો છું; મેં યહોવાહ પર ભરોસો રાખ્યો છે અને હું ડગ્યો નથી.
(다윗의 시) 내가 나의 완전함에 행하였사오며 요동치 아니하고 여호와를 의지하였사오니 여호와여, 나를 판단하소서
2 ૨ હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો; મારા અંત: કરણની તથા મારા હૃદયની શુદ્ધતાની કસોટી કરો!
여호와여, 나를 살피시고 시험하사 내 뜻과 내 마음을 단련하소서
3 ૩ કારણ કે તમારી કૃપા હું નજરે નિહાળું છું અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું.
주의 인자하심이 내 목전에 있나이다 내가 주의 진리 중에 행하여
4 ૪ મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી હું ક્યારેય કપટીઓની સાથે જોડાયો નથી.
허망한 사람과 같이 앉지 아니하였사오니 간사한 자와 동행치도 아니하리이다
5 ૫ હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું અને હું તેઓની સાથે બેસીશ નહિ.
내가 행악자의 집회를 미워하오니 악한 자와 같이 앉지 아니하리이다
6 ૬ હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ અને હે યહોવાહ, એ જ પ્રમાણે હું વેદીની પ્રદક્ષિણા કરીશ.
여호와여, 내가 무죄하므로 손을 씻고 주의 단에 두루 다니며
7 ૭ જેથી હું આભારસ્તુતિનાં ગીત ગાઉં અને તમારાં સર્વ ચમત્કારી કામો પ્રગટ કરું.
감사의 소리를 들리고 주의 기이한 모든 일을 이르리이다
8 ૮ હે યહોવાહ, તમે જે ઘરમાં રહો છો તે અને તે જગ્યા કે જ્યાં તમારું ગૌરવ છે, તે મને પ્રિય છે.
여호와여, 내가 주의 계신 집과 주의 영광이 거하는 곳을 사랑하오니
9 ૯ પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ ઘાતકી માણસોની સાથે મને મારી નાખશો નહિ.
내 영혼을 죄인과 함께 내 생명을 살인자와 함께 거두지 마소서
10 ૧૦ તેઓને હાથે ઉપદ્રવ થાય છે અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે.
저희 손에 악특함이 있고 그 오른손에 뇌물이 가득하오나
11 ૧૧ પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ; મારા પર દયા કરીને મને છોડાવો.
나는 나의 완전함에 행하오리니 나를 구속하시고 긍휼히 여기소서
12 ૧૨ મારો પગ મેં સપાટ જગ્યા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાહની સ્તુતિ કરીશ.
내 발이 평탄한 데 섰사오니 회중에서 여호와를 송축하리이다