< ગીતશાસ્ત્ર 25 >
1 ૧ દાઉદનું (ગીત). હે યહોવાહ, હું તમારામાં મારું અંતઃકરણ લગાડું છું!
To you, Yahweh, I lift up my life!
2 ૨ હે મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું. મને અપમાનિત ન થવા દો; મારા શત્રુઓને મારા પર વિજય મેળવીને આનંદિત થવા ન દો.
My God, I trust in you. Do not let me be humiliated; do not let my enemies rejoice triumphantly over me.
3 ૩ જેઓ તમારામાં આશા રાખે છે તેઓમાંનો કોઈ શરમાશે નહિ, પણ જેઓ વગર કારણે કપટ કરે છે તેઓ બદનામ થશે!
May no one who hopes in you be disgraced may those who act treacherously without cause be ashamed!
4 ૪ હે યહોવાહ, મને તમારા માર્ગ બતાવો; તમારા રસ્તા વિષે મને શીખવો.
Make known to me your ways, Yahweh; teach me your paths.
5 ૫ તમારા સત્યમાં મને દોરો અને મને શીખવો, કેમ કે તમે મારો ઉદ્ધાર કરનાર ઈશ્વર છો; હું આખો દિવસ તમારામાં આશા રાખું છું.
Guide me into your truth and teach me, for you are the God of my salvation; I hope in you all day long.
6 ૬ હે યહોવાહ, તમારી કૃપા તથા તમારા વાત્સલ્યનું સ્મરણ કરો; કારણ કે તેઓ હંમેશાં સનાતન છે.
Call to mind, Yahweh, your acts of compassion and of covenant faithfulness; for they have always existed.
7 ૭ મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો; હે યહોવાહ, તમારી ભલાઈ અને તમારી કૃપા પ્રમાણે મને સંભારો!
Do not think about the sins of my youth or my rebelliousness; Call me to mind with covenant faithfulness because of your goodness, Yahweh!
8 ૮ યહોવાહ ઉત્તમ અને ન્યાયી છે; તેથી તે પાપીઓને સાચા માર્ગ વિષે શીખવશે.
Yahweh is good and upright; therefore he teaches sinners the way.
9 ૯ તે નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે અને તે તેઓને તેઓના માર્ગે ચાલવાનું શીખવશે.
He guides the humble in what is right and he teaches them his way.
10 ૧૦ જેઓ તેમનો કરાર તથા તેમના સાક્ષ્યો પાળે છે, તેઓને માટે યહોવાહના સર્વ માર્ગો કૃપા તથા સત્યતાથી ભરેલા છે.
All the paths of Yahweh are steadfast love and faithfulness to those who keep his covenant and his solemn commands.
11 ૧૧ હે યહોવાહ, તમારા નામની ખાતર, મારા પાપની ક્ષમા કરો, કેમ કે તે ઘણા છે.
For your name's sake, Yahweh, pardon my sin, for it is great.
12 ૧૨ યહોવાહથી બીહે એવું માણસ કયું છે? કયો માર્ગ પસંદ કરવો તે તેને પ્રભુ શીખવે છે.
Who is the man who fears Yahweh? The Lord will instruct him in the way that he should choose.
13 ૧૩ તેનો જીવ સુખમાં રહેશે; અને તેના વંશજો દેશનો વારસો પામશે.
His life will go along in goodness; and his descendants will inherit the land.
14 ૧૪ યહોવાહનો મર્મ તેમના ભક્તોની પાસે છે અને તેઓને તે પોતાનો કરાર જણાવે છે.
The friendship of Yahweh is for those who honor him, and he makes his covenant known to them.
15 ૧૫ મારી દ્રષ્ટિ સદા યહોવાહ તરફ છે, કારણ કે તે મારા પગને જાળમાંથી મુક્ત કરશે.
My eyes are always on Yahweh, for he will free my feet from the net.
16 ૧૬ તમે મારી તરફ ફરો અને મારા પર દયા કરો; કેમ કે હું નિરાશ્રિત અને દુ: ખી છું.
Turn toward me and have mercy on me; for I am alone and afflicted.
17 ૧૭ મારા મનનું દુઃખ વધી ગયું છે; તમે મને મારા સંકટમાંથી છોડાવો.
The troubles of my heart are enlarged; draw me out from my distress!
18 ૧૮ મારાં દુ: ખ તથા વેદના પર નજર કરો; મારાં સર્વ પાપની ક્ષમા કરો.
See my affliction and my toils; forgive all my sins.
19 ૧૯ મારા શત્રુઓને જુઓ, કેમ કે તેઓ ઘણા છે; તેઓ કેટલી ક્રૂરતાથી મારી ઘૃણા કરે છે.
See my enemies, for they are many; they hate me with cruel hatred.
20 ૨૦ મારા જીવનું રક્ષણ કરો અને મને છોડાવો; મારી લાજ જવા દેતા નહિ, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
Protect my life and rescue me; do not let me be humiliated, for I take refuge in you!
21 ૨૧ પ્રામાણિકપણું તથા ન્યાયીપણું મારું રક્ષણ કરો, કારણ કે હું તમારા પર આશા રાખું છું.
May integrity and uprightness preserve me, for I hope in you.
22 ૨૨ હે ઈશ્વર, ઇઝરાયલને તેનાં સર્વ સંકટોમાંથી છોડાવો.
Rescue Israel, God, from all of his troubles!