< ગીતશાસ્ત્ર 24 >
1 ૧ દાઉદનું ગીત. પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે, જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે.
David ƒe ha. Anyigba kple nu siwo katã yɔ edzi, xexea me kple emenɔlawo katã nye Yehowa tɔ.
2 ૨ કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે અને નદીઓ પર તેને સ્થાપન કરી છે.
Elabena eɖoe anyi ɖe atsiaƒu dzi, eye wòɖo egɔme anyi ɖe tɔsisiwo dzi gli.
3 ૩ યહોવાહના પર્વત પર કોણ ચઢી શકશે? તેમના પવિત્રસ્થાનમાં કોણ પ્રવેશ કરશે?
Ame kae alia Yehowa ƒe togbɛ? Ame kae atsi tsitre ɖe eƒe kɔkɔeƒe la?
4 ૪ જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે.
Ame si ƒe asi me dza, eye eƒe dzi me le dzadzɛe, ame si metsɔ eƒe luʋɔ na legba o, eye mekaa aʋatso heta nu dzodzro o.
5 ૫ તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે.
Eya axɔ yayra tso Yehowa gbɔ, eye Mawu, eƒe Ɖela la, atso afia nɛ.
6 ૬ હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે તેઓની પેઢી આ છે. (સેલાહ)
O! Yakob ƒe Mawu, aleae dzidzime si dia wò, eye wòdia ŋkuwòme la le. (Sela)
7 ૭ હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!
O! Mi agbowo, miʋu; mi blemaʋɔtruwo, miʋu, ne Ŋutikɔkɔefia la nage ɖe eme.
8 ૮ ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ, જે બળવાન તથા યુદ્ધમાં પરાક્રમી છે, તે જ.
Ame kae nye Ŋutikɔkɔefia la? Yehowa ŋusẽtɔ kple kalẽtɔ lae, Yehowa si wɔa kalẽ le aʋagbedzi lae.
9 ૯ હે પ્રવેશદ્વારો, તમારાં માથાં ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે પણ ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!
O! Mi agbowo, miʋu; mi blemaʋɔtruwo, miʋu, ne Ŋutikɔkɔefia la nage ɖe eme.
10 ૧૦ આ ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ આકાશોના સર્વ સૈન્યોના માલિક એ જ ગૌરવવાન રાજા છે. (સેલાહ)
Ame kae nye Ŋutikɔkɔefia sia? Yehowa Ŋusẽkatãtɔ lae nye Ŋutikɔkɔefia la. (Sela)