< ગીતશાસ્ત્ર 24 >

1 દાઉદનું ગીત. પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે, જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે.
大卫的诗。 地和其中所充满的, 世界和住在其间的,都属耶和华。
2 કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે અને નદીઓ પર તેને સ્થાપન કરી છે.
他把地建立在海上, 安定在大水之上。
3 યહોવાહના પર્વત પર કોણ ચઢી શકશે? તેમના પવિત્રસ્થાનમાં કોણ પ્રવેશ કરશે?
谁能登耶和华的山? 谁能站在他的圣所?
4 જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે.
就是手洁心清,不向虚妄, 起誓不怀诡诈的人。
5 તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે.
他必蒙耶和华赐福, 又蒙救他的 神使他成义。
6 હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે તેઓની પેઢી આ છે. (સેલાહ)
这是寻求耶和华的族类, 是寻求你面的雅各。 (细拉)
7 હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!
众城门哪,你们要抬起头来! 永久的门户,你们要被举起! 那荣耀的王将要进来!
8 ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ, જે બળવાન તથા યુદ્ધમાં પરાક્રમી છે, તે જ.
荣耀的王是谁呢? 就是有力有能的耶和华, 在战场上有能的耶和华!
9 હે પ્રવેશદ્વારો, તમારાં માથાં ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે પણ ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!
众城门哪,你们要抬起头来! 永久的门户,你们要把头抬起! 那荣耀的王将要进来!
10 ૧૦ આ ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ આકાશોના સર્વ સૈન્યોના માલિક એ જ ગૌરવવાન રાજા છે. (સેલાહ)
荣耀的王是谁呢? 万军之耶和华, 他是荣耀的王! (细拉)

< ગીતશાસ્ત્ર 24 >