< ગીતશાસ્ત્ર 22 >
1 ૧ મુખ્ય સંગીતકાર માટે; “હરણની લય “દાઉદનું એક ગીત હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને તમે એટલે દૂર કેમ રહો છો?
Dawid dwom. Me Nyankopɔn, me Nyankopɔn, adɛn nti na woagyaw me? Adɛn nti na me nkwagye ne wo ntam aware, adɛn na mʼapinisi nsɛm ne wo ntam aware?
2 ૨ હે મારા ઈશ્વર, હું દિવસે પોકાર કરું છું, પણ તમે મને જવાબ આપતા નથી; અને રાત્રે પણ હું ચૂપ રહેતો નથી!
Me Nyankopɔn, misu frɛ wo awia, nanso wunnye me so, mefrɛ wo anadwo, nanso minnya ɔhome.
3 ૩ તોપણ, હે ઇઝરાયલનાં સ્તોત્ર પર બિરાજમાન, તમે પવિત્ર છો.
Nanso wɔasi wo hene sɛ Ɔkronkronni; wo na Israel kamfo wo.
4 ૪ અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો; તેઓએ ભરોસો રાખ્યો હતો અને તમે તેઓને છોડાવ્યા.
Wo mu na yɛn agyanom de wɔn werɛ hyɛe; wogyee wo dii, na wugyee wɔn.
5 ૫ તેઓએ તમને પ્રાર્થના કરી અને તેઓ બચી ગયા. તેઓએ તમારા પર ભરોસો રાખ્યો અને નિરાશ થયા નહિ.
Wosu frɛɛ wo na wugyee wɔn, wɔde wɔn ho too wo so na woanni wɔn nhuammɔ.
6 ૬ પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી, માણસોથી ધિક્કાર પામેલો અને લોકોથી તુચ્છ ગણાયેલો છું.
Nanso meyɛ osunson, na menyɛ onipa nnipa bɔ me ahohora na wobu me animtiaa.
7 ૭ જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે; તેઓ મોં ફેરવીને માથું ધુણાવીને કહે છે.
Obiara a ohu me di me ho fɛw; wotwa me adapaa, wosow wɔn ti ka se:
8 ૮ તેઓ કહે છે, “તું યહોવાહ પર ભરોસો રાખ; યહોવાહ તને છોડાવશે. તે તારા પર રાજી છે, માટે તે બચાવશે.”
“Ɔde ne ho to Awurade so; ma Awurade mmegye no. Ma ɔmmɛboa no, efisɛ ɔwɔ no mu anigye.”
9 ૯ તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; જ્યારે હું મારી માતાનું દૂધ પીતો હતો, ત્યારે તમે મારામાં ભરોસો ઉપજાવ્યો.
Wo na wuyii me fii awotwaa mu bae na womaa me de me ho too wo so bere a mitua me na nufu ano mpo.
10 ૧૦ હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું મારી માતાના ગર્ભમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો!
Efi mʼawo mu na wɔde me too wo so; efi me na yafunu mu, woayɛ me Nyankopɔn.
11 ૧૧ તમે મારાથી દૂર ન જાઓ, કેમ કે સંકટ પાસે છે; મને સહાય કરનાર કોઈ નથી.
Ntwe wo ho mfi me ho! Efisɛ amane abɛn na ɔboafo nni baabi.
12 ૧૨ ઘણા સાંઢોએ મને ઘેરી લીધો છે; બાશાનના બળવંત સાંઢ મારી આસપાસ ફરી વળ્યા છે.
Anantwinini bebree atwa me ho ahyia; Basan anantwinini a wɔn ho yɛ den atwa me ho ahyia.
13 ૧૩ ફાડી ખાનાર તથા ગર્જનાર સિંહની જેમ તેઓ મારી સામે પોતાનું મોં ઉઘાડે છે.
Gyata a wɔbobɔ mu na wɔtetew wɔn hanam mu abuebue wɔn anom tɛtrɛɛ de kyerɛ me.
14 ૧૪ જેમ પાણી વહી જાય તેમ, મારી શક્તિ ચાલી ગઈ છે અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે. મારું હૃદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.
Wɔahwie me agu sɛ nsu, na me nnompe nyinaa ahodwow. Me koma adan amane; anan wɔ me mu.
15 ૧૫ મારું બળ વાસણના એક તૂટેલા ટુકડા જેવું સુકું થઈ ગયું છે; મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે. તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે.
Mʼanom ayow te sɛ kyɛmfɛre mu. Na me tɛkrɛma atare mʼanom. Wode me to owu mfutuma mu.
16 ૧૬ કારણ કે મારી આસપાસ કૂતરા ફરી વળ્યા છે; મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.
Akraman atwa me ho ahyia, nnebɔneyɛfo kuw atwa me ahyia, wɔahwirew me nsa ne mʼanan mu.
17 ૧૭ હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું. તેઓ મને ધારીને જુએ છે;
Me nnompe nyinaa gu petee mu; Mʼatamfo hwɛ me haa na wɔserew me.
18 ૧૮ તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે, તેઓ મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખે છે.
Wɔkyɛ me atade mu fa, na wɔbɔ me ntama so ntonto.
19 ૧૯ હે યહોવાહ, મારાથી દૂર ન જાઓ; હે મારા સામર્થ્ય, મારી મદદે આવો.
Na wo, Awurade, ntwe wo ho; wone mʼahoɔden, bra ntɛm bɛboa me.
20 ૨૦ મને આ તલવારથી બચાવો, મારા મૂલ્યવાન જીવનને આ કૂતરાના કબજામાંથી છોડાવો.
Gye me kra fi afoa ano; gye me nkwa a ɛsom bo no fi akraman tumi ase.
21 ૨૧ મને સિંહોનાં મોંમાંથી બચાવો; તમે જંગલી સાંઢોના શિંગડાંઓથી મને બચાવશે.
Gye me nkwa fi gyata anom; gye me fi ɛko mmɛn so.
22 ૨૨ હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ; હું ભરી સભામાં તમારી સ્તુતિ કરીશ.
Mɛbɔ wo din akyerɛ me nuanom; mɛkamfo wo wɔ wɔn a wɔahyia hɔ no nyinaa anim.
23 ૨૩ હે યહોવાહનો ભય રાખનારાઓ, તેમનાં ગુણગાન ગાઓ! તમે બધા યાકૂબના વંશજો, તેમને માન આપો! હે ઇઝરાયલના સર્વ વંશજો, તમે તેમનું ભય રાખો.
Monkamfo Awurade, mo a musuro no no! Mo a moyɛ Yakob asefo, monhyɛ no anuonyam! Mo Israel asefo nyinaa, munni no ni!
24 ૨૪ કેમ કે તેમણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી અને તેનાથી કંટાળ્યા નથી; યહોવાહે તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી; જ્યારે તેણે મદદને માટે અરજ કરી, ત્યારે તેમણે તેનું સાંભળ્યું.
Ommuu nʼani nguu ɔmanehunufo ateetee so ɛ, ɔmfaa nʼanim nhintaw no; na mmom watie ne sufrɛ a ɔde rehwehwɛ mmoa no.
25 ૨૫ હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું; તેમનું ભય રાખનારાઓની આગળ હું મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ.
Me botae a mede yi wo ayɛ wɔ bagua mu no fi wo; medi me bɔhyɛ so wɔ wɔn a wosuro wo no anim.
26 ૨૬ દરિદ્રીઓ ખાઈને તૃપ્ત થશે; જેઓ યહોવાહને શોધે છે, તેઓ તેમની સ્તુતિ કરશે. તેઓનો હૃદય સર્વકાળ જીવો.
Ahiafo bedidi na wɔamee; wɔn a wɔhwehwɛ Awurade beyi no ayɛ, mo koma nnya nkwa daa.
27 ૨૭ પૃથ્વીના સર્વ લોકો યહોવાહને સંભારીને તેમની તરફ ફરશે; વિદેશીઓનાં સર્વ કુટુંબો તેમની આગળ આવીને પ્રણામ કરશે.
Asase ano nyinaa bɛkae akɔ Awurade nkyɛn, na amanaman no mmusua nyinaa bɛkotow nʼanim,
28 ૨૮ કારણ કે રાજ્ય યહોવાહનું છે; તે સર્વ પ્રજા પર રાજ કરે છે.
efisɛ tumi wɔ Awurade na odi amanaman so hene.
29 ૨૯ પૃથ્વીના સર્વ મોટા લોકો પ્રણામ કરશે; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.
Asase so adefo nyinaa bedidi na wɔasɔre no; wɔn a wɔkɔ dɔte mu nyinaa bebu nkotodwe nʼanim, wɔn a wɔrentumi mma nkwa mu.
30 ૩૦ તેઓના વંશજો પ્રભુ ઈશ્વરની સેવા કરશે; આવતી પેઢીની આગળ તેઓને તેનું ન્યાયીપણું પ્રગટ કરવામાં આવશે.
Nkyirimma nyinaa bɛsom no; wɔbɛka Awurade ho asɛm akyerɛ awo ntoatoaso a edidi so.
31 ૩૧ તેઓ આવશે અને હવે પછી જન્મનારા લોકોને; તેઓનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે કે, તેમણે તે કર્યું છે!
Wɔbɛka ne trenee akyerɛ nnipa a wonnya nwoo wɔn efisɛ ɔno na wayɛ.