< ગીતશાસ્ત્ર 20 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.
in finem psalmus David exaudiat te Dominus in die tribulationis protegat te nomen Dei Iacob
2 ૨ પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો અને સિયોનમાંથી તને બળ આપો.
mittat tibi auxilium de sancto et de Sion tueatur te
3 ૩ તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો અને તારું દહનીયાર્પણ માન્ય કરો.
memor sit omnis sacrificii tui et holocaustum tuum pingue fiat diapsalma
4 ૪ તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો.
tribuat tibi secundum cor tuum et omne consilium tuum confirmet
5 ૫ તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું. યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો.
laetabimur in salutari tuo et in nomine Dei nostri magnificabimur
6 ૬ હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે; તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારકશક્તિથી તેને જવાબ આપશે.
impleat Dominus omnes petitiones tuas nunc cognovi quoniam salvum fecit Dominus christum suum exaudiet illum de caelo sancto suo in potentatibus salus dexterae eius
7 ૭ કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું.
hii in curribus et hii in equis nos autem in nomine Domini Dei nostri invocabimus
8 ૮ તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.
ipsi obligati sunt et ceciderunt nos vero surreximus et erecti sumus
9 ૯ હે યહોવાહ, રાજાને વિજય આપો; જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો.
Domine salvum fac regem et exaudi nos in die qua invocaverimus te