< ગીતશાસ્ત્ર 20 >

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.
לַמְנַצֵּ֗חַ מִזְמ֥וֹר לְדָוִֽד׃ יַֽעַנְךָ֣ יְ֭הוָה בְּי֣וֹם צָרָ֑ה יְ֝שַׂגֶּבְךָ֗ שֵׁ֤ם ׀ אֱלֹהֵ֬י יַעֲקֹֽב׃
2 પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો અને સિયોનમાંથી તને બળ આપો.
יִשְׁלַֽח־עֶזְרְךָ֥ מִקֹּ֑דֶשׁ וּ֝מִצִּיּ֗וֹן יִסְעָדֶֽךָּ׃
3 તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો અને તારું દહનીયાર્પણ માન્ય કરો.
יִזְכֹּ֥ר כָּל־מִנְחֹתֶ֑ךָ וְעוֹלָתְךָ֖ יְדַשְּׁנֶ֣ה סֶֽלָה׃
4 તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો.
יִֽתֶּן־לְךָ֥ כִלְבָבֶ֑ךָ וְֽכָל־עֲצָתְךָ֥ יְמַלֵּֽא׃
5 તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું. યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો.
נְרַנְּנָ֤ה ׀ בִּ֘ישׁ֤וּעָתֶ֗ךָ וּבְשֵֽׁם־אֱלֹהֵ֥ינוּ נִדְגֹּ֑ל יְמַלֵּ֥א יְ֝הוָ֗ה כָּל־מִשְׁאֲלוֹתֶֽיךָ׃
6 હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે; તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારકશક્તિથી તેને જવાબ આપશે.
עַתָּ֤ה יָדַ֗עְתִּי כִּ֤י הוֹשִׁ֥יעַ ׀ יְהוָ֗ה מְשִׁ֫יח֥וֹ יַ֭עֲנֵהוּ מִשְּׁמֵ֣י קָדְשׁ֑וֹ בִּ֝גְבֻר֗וֹת יֵ֣שַׁע יְמִינֽוֹ׃
7 કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું.
אֵ֣לֶּה בָ֭רֶכֶב וְאֵ֣לֶּה בַסּוּסִ֑ים וַאֲנַ֓חְנוּ ׀ בְּשֵׁם־יְהוָ֖ה אֱלֹהֵ֣ינוּ נַזְכִּֽיר׃
8 તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.
הֵ֭מָּה כָּרְע֣וּ וְנָפָ֑לוּ וַאֲנַ֥חְנוּ קַּ֝֗מְנוּ וַנִּתְעוֹדָֽד׃
9 હે યહોવાહ, રાજાને વિજય આપો; જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો.
יְהוָ֥ה הוֹשִׁ֑יעָה הַ֝מֶּ֗לֶךְ יַעֲנֵ֥נוּ בְיוֹם־קָרְאֵֽנוּ׃

< ગીતશાસ્ત્ર 20 >