< ગીતશાસ્ત્ર 2 >
1 ૧ વિદેશીઓ શા માટે તોફાન કરે છે? અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે?
Kungani izizwe zixokozela, labantu benakana okuyize?
2 ૨ યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે,
Amakhosi omhlaba azimisela, lababusi benza ugobe ndawonye bemelene leNkosi njalo bemelene logcotshiweyo wayo, besithi:
3 ૩ “આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ; અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.”
Asiqamule izibopho zabo, silahle intambo zabo zisuke kithi.
4 ૪ આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે.
Ohlezi emazulwini uzahleka, iNkosi izabahleka usulu.
5 ૫ પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે,
Khona izakhuluma kubo entukuthelweni yayo, ibethuse ngokuvutha kolaka lwayo.
6 ૬ “મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિક્ત કર્યો છે.”
Kube kanti mina ngibekile iNkosi yami phezu kweZiyoni, intaba yami engcwele.
7 ૭ હું તો એ યહોવાહના નિયમો જાહેર કરીશ. તેમણે મને કહ્યું, “તું મારો પુત્ર છે! આજે મેં તને જન્મ આપ્યો છે.
Ngizalandisa ngesimiso: INkosi ithe kimi: Wena uyiNdodana yami, lamuhla ngikuzele.
8 ૮ તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.
Cela kimi, ngizanika izizwe zibe yilifa lakho, lemikhawulo yomhlaba ibe yimfuyo yakho.
9 ૯ તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”
Uzazephula ngentonga yensimbi, uziphahlaze njengembiza yebumba.
10 ૧૦ તેથી હવે, રાજાઓ, તમે સમજો; ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો.
Ngakho-ke hlakaniphani makhosi, lilayeke bahluleli bomhlaba.
11 ૧૧ ભયથી યહોવાહની સેવા કરો અને કંપીને હર્ષ પામો.
Ikhonzeni iNkosi ngokwesaba, lithokoze ngokuthuthumela,
12 ૧૨ તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.
liyange iNdodana, hlezi ithukuthele, libhubhe endleleni, nxa ulaka lwayo seluvutha kancinyane. Babusisiwe bonke abaphephela kuyo.