< ગીતશાસ્ત્ર 2 >

1 વિદેશીઓ શા માટે તોફાન કરે છે? અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે?
Miért dühösködnek a pogányok, és gondolnak hiábavalóságot a népek?
2 યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે,
A föld királyai felkerekednek és a fejedelmek együtt tanácskoznak az Úr ellen és az ő felkentje ellen:
3 “આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ; અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.”
Szaggassuk le az ő bilincseiket, és dobjuk le magunkról köteleiket!
4 આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે.
Az egekben lakozó neveti, az Úr megcsúfolja őket.
5 પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે,
Majd szól nékik haragjában, és megrettenti őket gerjedelmében:
6 “મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિક્ત કર્યો છે.”
Én kentem ám fel az én királyomat a Sionon, az én szent hegyemen!
7 હું તો એ યહોવાહના નિયમો જાહેર કરીશ. તેમણે મને કહ્યું, “તું મારો પુત્ર છે! આજે મેં તને જન્મ આપ્યો છે.
Törvényül hirdetem: Az Úr mondá nékem: Én fiam vagy te; én ma nemzettelek téged.
8 તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.
Kérjed tőlem és odaadom néked a pogányokat örökségül, és birtokodul a föld határait.
9 તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”
Összetöröd őket vasvesszővel: széjjelzúzod őket, mint cserépedényt.
10 ૧૦ તેથી હવે, રાજાઓ, તમે સમજો; ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો.
Azért, királyok, legyetek eszesek, és okuljatok földnek bírái!
11 ૧૧ ભયથી યહોવાહની સેવા કરો અને કંપીને હર્ષ પામો.
Szolgáljátok az Urat félelemmel, és örüljetek reszketéssel.
12 ૧૨ તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.
Csókoljátok a Fiút, hogy meg ne haragudjék és el ne veszszetek az úton, mert hamar felgerjed az ő haragja. Boldogok mindazok, a kik ő benne bíznak!

< ગીતશાસ્ત્ર 2 >